Vadodara

પાલિકાની બેદરકારી,યોગ્ય પુરાણ નહિ કરાતા ઈંટો ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ઉપર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયા બાદ તેની મરામતની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ, આ કામગીરીમાં યોગ્ય પુરાણ કરવામાં નહીં આવતા આ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી ઈંટો ભરેલી ટ્રકના ટાયર ખાડામાં ફસાઈ ગયા હતા. જેના કારણે ટ્રક એક બાજુ નમી ગઈ હતી.

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વધુ એક વખત પાલિકાની અણગઢ કામગીરીનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હોવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડીયા રોડ પર પાણી પુરવઠાની મેઇનલાઇન બે મહિનાથી લીકેજ હતી, તેનુ રીપેરીંગ કામ નાગરિકો દ્વારા જાણ કરાયા બાદ થોડા દિવસ પહેલા કરવામા આવ્યુ હતુ. પરંતુ પાણી પુરવઠાના અધિકારીઓ અને ઈજારદારની કહેવા પુરતી કામગીરીથી આજે ઇંટો ભરેલી ટ્રક ત્યાથી પસાર થતા ટ્રકના પાછલા પૈડા પુરાણ કરેલા ખાડામા ફસાઇ ગયા હતા. સદભાગ્યે ટ્રક પલટી ન હતી અને કોઇ જાનહાની થઈ નથી. પરંતુ, ટ્રક એક બાજુ નમી ગઇ અને ટ્રકને ખાડામાથી બહાર કાઢવા માટે ટ્રકમાં ભરેલી ઇંટોને ટ્રેક્ટરમા ભરીને ખાલી કરાયા બાદ ટ્રક બહાર નીકળી શકી હતી. ત્યારે, ફરી એક વખત પાલિકાના કોન્ટ્રાકટરની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.

Most Popular

To Top