Vadodara

પાલિકાની પ્રિમોન્સુન કામગીરીમાં રોડ પર ખાડા અને ડ્રેનેજમાં ડામર જોવા મળ્યો…

વડોદરામાં વરસાદી પાણી ભરાયાં એનું સત્ય બહાર આવ્યું

કોન્ટ્રાકટરો અધિકારીઓ સુપરવિઝન કરનારા તમામની મિલીભગત…

વડોદરા વોર્ડ નં ૧૩ માં વરસાદી પાણીનો નિકાલ થાય એ માટે બનાવેલી ડ્રેનેજ માં એક ટેમ્પો જેટલો ડામર નાખી ડ્રેનેજ પૂરી દેવાથી વરસાદી પાણી લોકોના ઘરમાં ભરાયાં.
વડોદરામાં ચોમાસુ પેહલા પાલિકાના સત્તાધીશો અધિકારીઓ પ્રિ-મોન્સુન કામગીરી કરવા બદલ પોતાની પીઠ ખૂબ થબ-થાબાડી .રોડ , રસ્તા, ડ્રેનેજ, વૃક્ષોનું ટ્રેનિંગ જેવા કામો બતાવવામાં કાઈ બાકી નથી રાખ્યું પરંતુ સત્ય બહાર આવતા વાર નથી લાગતી એવીજ રીતે વડોદરા વોર્ડ નં ૧૩ માં રોડ બનાવવાનો એક ટેમ્પો ભરાય એટલો ડામર ડ્રેનેજ માંથી નીકળ્યો જેના કારણે વિસ્તારમાં પાણી ભરાયાં અને લોકોના ઘરો માં ડ્રેનેજો ઉભરાઈ અને લોકો હેરાન પરેશાન થયા.

વોર્ડ નં ૧૩ ના સ્થાનિકો એ પોતાના ઘરોની ડ્રેનેજ ઉભરાતા પાલિકામાં અનેકવાર ફરિયાદ કરી. ઓનલાઇન પણ કરી લેખિતમાં પણ ઘણી વાર ફરિયાદ કરવા છતાં કોઈ મદદ ના આવી જેથી સ્થાનિકોએ કંટાળીને જાતે તપાસ કરતા વરસાદી ડ્રેનેજ ચોકપ જોવા મળી જેમાં રોડ બનાવવાનો ડામર જોવા મળ્યો હતો. આ ડામર એટલા પ્રમાણમાં જોવા મળ્યો કે જેનાથી આખો રોડ બની જાય. સ્થાનિકો ત્યાર બાદ પણ પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ અધિકારી ના આવતા જાતે ડ્રેનેજ સ્વ ખર્ચે સાફ કરવાનું સરું કરવી દીધું. મજૂર બોલાવી ડ્રેનેજ માંથી સફાઈ કરવા માટે મજૂરે ડ્રેનેજ નું ઢાંકણું ખોલતા ખબર પડી કે રોડ બનાવવાનો એક ટેમ્પો ભરાય એટલો ડામર ડ્રેનેજ માં નાખી દેવામાં આવ્યો છે. સ્થાનિકો એ કીધું પ્રિ મોન્સુન ની કામગીરી અર્થે લેવાયેલો ડામર આ ડ્રેનેજ માં નાખી દેવામાં આવ્યો છે જેના કારણે વરસાદી પાણી ભરાયાં અને ઘરો ની ડ્રેનેજ પણ ઉભરાતી હતી આજે પાલિકા તરફ થી કોઈ મદદ ના આવતા અમે ૨૦૦૦ નો ખર્ચ કરી આ કામ કરાવિયે છે.

Most Popular

To Top