કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીથી તુલસીવાડી તરફના માર્ગે અકસ્માત સર્જાયો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 02
ગતરોજ વડોદરા મહાનગરપાલિકાના એક વાહન ચાલકે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકીથી તુલસીવાડી તરફના માર્ગે એક બાઇક ચાલક આધેડને અડફેટે લેતાં આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેઓનું ગણતરીના કલાકોમાં જ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે અંગે કુંભારવાડા પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ડોર ટુ ડોર ટીપરવાન તથા અન્ય વાહનો દ્વારા બેફામ અને જોખમી રીતે વાહનો હંકારી અકસ્માત સર્જવાના બનાવો બન્યા છે જે સિલસિલો યથાવત જોવા મળ્યો છે અગાઉ પાલિકાની ડોર ટુ ડોર ટીપરવાન થી બાળકોના મોત નિપજ્યા હતા છતાં પણ પાલિકાએ ગંભીરતા દાખવી ન હોવાથી પાલિકાના વાહનો જોખમી રીતે શહેરમાં દોડી રહ્યાં છે અને અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે ગત 01જાન્યુઆરીના રોજ પાલિકાના દબાણ શાખાના વાહન ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારતા કારેલીબાગ વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી થી તુલસીવાડી તરફના માર્ગે સેજલ કુમાર શાહ નામના આધેડ કે જેઓ બાઇક પર પોતાના ઘરેથી કામ અર્થે નિકળ્યા હતા તેમને અડફેટમાં લેતા સેજલ શાહ નામના આધેડને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત આધેડને ઇમરજન્સી 108મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત આધેડના મોઢામાંથી સતત લોહી નિકળતું હતું સાથે જ પગમાં ફ્રેકચર થયું હતું તથા કપાળના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી તેમનાં પત્ની નિશાબેન શાહે એસ.એસ.જી.હોસ્પિટલમાથી રજા લઈ ઇજાગ્રસ્ત પતિને માંજલપુરના એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે
હું પાલિકાના દબાણ શાખાના એ ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ કરીશ અને સખત સજાની માગ કરીશ
વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા ના વાહનના ડ્રાઈવરે ગફલતભરી રીતે વાહન હંકારી મારા ભાઇને અડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું છે કોઇ ડ્રાઇવર ચાલુ વાહને નીચે જોઇ વાહન ચલાવે એ કેવી રીતે માની શકાય હું આગળ આ ડ્રાઇવર તથા પાલિકા તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશ અને ડ્રાઇવલને સખતમાં સખત સજા થાય તે માટે કાર્યવાહી કરીશ હાલમાં મારે કંઈ કહેવું નથી.
–મૃતક સેજલભાઇ શાહના બહેન