દરરોજના કમાવી લાવી ખાનારા ગરીબ લોકોનો તમામ ઘરવખરી સામાન પાણીમાં નષ્ટ થતાં ગરીબો પર દુખના જાણે ડુંગર તૂટી પડ્યાં છે
શહેરમાં માનવસર્જિત પૂરની દૂર્ઘટના સર્જાઇ હતી રાજકારણીઓ, ભ્રષ્ટ શાશકો તથા બિલ્ડરોની મિલીભગતથી શહેરમાં પૂરપ્રકોપ સર્જાયો. પાલિકા તંત્ર દ્વારા તો ઘણાં વિસ્તારમાં સૂચના પણ ન આપવામાં આવી અને તેના કારણે લોકોને યોગ્ય વ્યવસ્થા સુરક્ષિત સ્થળે જવા કે સામાન શિફ્ટ કરવાનો સમય પણ ન મળ્યો અને તેઓ અચાનક પૂરના પાણીમાં પોતાના જીવનની, મહેનતની કમાણીને ગુમાવી બેઠા છે લોકોને ફરીથી બેઠાં થતા લગભગ પાંચ થી દસ્તાવેજ વર્ષ થશે એક રીતે શૂન્યમાંથી સર્જન કરવાનો વારો તંત્ર, શાસકો અને નપાણીયા નેતાઓને કારણે આવ્યો છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ તુલસીવાડીના સ્લમ વિસ્તારની થઇ છે જ્યાં દરરોજના કમાવી લાવી દરરોજ ખાનારા તથા એકમાત્ર અઠવાડિયામાં ભરાતા શુક્રવારી બજારની આવક પર જીવનારા લોકોના ઝૂંપડાઓ, કાચા પાકા મકાનોમા પાણી થી ઘરવખરી બરબાદ થઇ ગઇ છે. લોકોના સામાન પૂરના પાણીમાં તણાઇ ગયા છે ઓઢવા પાથરવા જમવાનું કંઇ બચ્યું નથી. હજી સુધી પાલિકા તંત્ર કે સ્થાનિક નેતાઓ, કાઉન્સિલરો જોવા સુધ્ધાં નથી આવ્યા ના મદદ કરી છે કોઇપણ પ્રકારની, હાલ રાજ્ય સરકાર દ્વારા કેશડોલ ની જાહેરાત કરી છે પરંતુ રાજકારણીઓ તથા પાલિકાના અધિકારીઓ, કાઉન્સિલરો અને નેતાઓના ચમચાઓ જેના નામ બતાવે છે અને જે માનીતાઓ છે તેઓને જ સહાય અપાવી રહ્યાં છે. કેશડોલ વિતરણમા વહાલાદવાલાની નીતિઓ ચાલી રહી છે જે ખરેખર અસરગ્રસ્ત છે તેમાંથી ઘણાં લાભથી વંચિત રહી જશે તેવી સ્થિતિ રાજકીય વચેટિયાઓને કારણે સર્જાઇ છે.