વડોદરા મહાનગરપાલિકા દ્વારા પદાધિકારીઓ માટે આયોજિત મિલન સમારંભમાં રૂ. 500ની થાળી પીરસાઈ હતી
વડોદરા મહાનગરપાલિકાના શાસકો તેમને મળતા લાભ અને ફાયદા ઉઠાવવા હંમેશા તત્પર રહેતા હોય છે.
પાલિકામાં દર વર્ષે પદાધિકારીઓ તથા પૂર્વ કાઉન્સિલરો માટે સ્નેહમિલન સમારંભ યોજાતો હોય છે. આ આયોજન નુતન વર્ષ નિમિત્તે થાય છે. ચાલુ વર્ષે કમાટીબાગ ખાતે 14 નવેમ્બરના રોજ મિલન સંમેલન યોજાયો હતો. આ મિલન સમારંભમાં એક લગનના આયોજનની જેમ ફરાસખાના, ડેકોરેશન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી એ પણ HD બેગ ડ્રોપ અને સ્વાદિષ્ટ વ્યંજન સાથે મોંઘુદાટ ભોજન સામેલ હોય છે આ તમામ તાયફા નો ખર્ચ અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ થયો છે.
આ તમામ ખર્ચ બજાર ભાવે કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા મિલન સમારંભ કાર્યક્રમ માટે માત્ર રૂપિયા 35,000 ખર્ચ બતાવી બાકીનો ખર્ચ બાકી નો ખર્ચ અન્ય ફંડમાંથી કરવામાં આવે છે મળતી માહિતી મુજબ કાઉન્સિલરો માટે આયોજિત મિલન સમારંભમાં જમવાની એક થાળીનો ખર્ચ 500 કરતાં વધુ હોય છે. આ મિલન સમારંભમાં બંને પક્ષના મોટાભાગના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા મહત્વનું એ છે ધારાસભ્યોએ પણ મિલન સમારંભ યોજ્યા છે. જોકે ધારાસભ્યો મિલન સમારંભનો ખર્ચ પોતે ઉઠાવે છે. આથી વિશેષ મોટાભાગના કાઉન્સિલરો ધનિક છે અને તેમના માટે 500 રૂપિયાની થાળીની કિંમત નહીં બરાબર છે. હવે અહીં સવાલ એ છે કાઉન્સિલરો પોતાના ખર્ચે કેમ આયોજન નથી કરતા?