Vadodara

પાલિકાના કર્મચારી-પેન્શનરો માટે મેડીકલ બીલ રીમ્બર્સમેન્ટમાં જૂની પ્રથા પુનઃ અમલમાં

નવી બીલ રીમ્બર્સમેન્ટ પ્રથાનો વિરોધ થતા પાલિકાનો નિર્ણય

19/05/2025 કે ત્યારબાદ થયેલી OPD સારવાર માટેના મેડીકલ બીલો જૂની પ્રથામાં લાગુ થશે

વડોદરા મહાનગરપાલિકાએ પોતાના કર્મચારી, પેન્શનરો તથા તેમના પરિવારજનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે મેડીકલ રીમ્બર્સમેન્ટની જૂની પદ્ધતિ ફરીથી લાગુ કરી છે. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં તા. 19 મે 2025ના રોજ આ અંગેનો ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. ઠરાવના અનુસંધાને અધિક આરોગ્ય અમલદારની કચેરી દ્વારા તા. 11 જૂન 2025ના રોજ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવે OPD સારવારના મેડીકલ બિલોમાં ફરીથી અગાઉ જે રીતે રીમ્બર્સમેન્ટ થતું હતું તે મુજબ અમલ કરવામાં આવશે. અગાઉ જેવી રીતે માન્ય ખાનગી/ટ્રસ્ટ/શાસકીય હોસ્પિટલોમાં કરાવવામાં આવેલી OPD અને ઇન્ડોર સારવારના બીલો તથા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ ખરીદેલ દવાઓના બિલોને માન્યતા અપાઈ રહી હતી, તેવી જ પદ્ધતિ હવે ફરીથી અમલમાં લેવાઈ છે. ખોરાકની દવાઓ, સૌંદર્યસંબંધિત સારવાર તથા સરકાર તરફથી વિનામૂલ્યે મળતી સારવારવાળા રોગો જેમ કે ટી.બી., રસીકરણ, એઇડસ વગેરેના મેડીકલ બીલોનું રીમ્બર્સમેન્ટ નહિ થાય. તદુપરાંત, OPD અને સર્જરી સિવાય ઇન્ડોર દાખલના કેસમાં સર્જીકલ બિલો પણ મંજૂર નહીં કરાય. નવી પદ્ધતિનો અમલ તા.19/05/2025 કે ત્યારબાદ થયેલી OPD સારવાર માટેના મેડીકલ બીલોમાંથી શરૂ થશે. સંબંધી કર્મચારીઓએ પોતાના મેડીકલ કાર્ડ સાથે નિયમો મુજબના બીલો અધિક આરોગ્ય અમલદારના મેડીકલ રીમ્બર્સમેન્ટ સેલમાં જમા કરાવવાના રહેશે.

Most Popular

To Top