Vadodara

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં નોનવેજની દુકાનોમાં ચેકિંગ સાથે કાર્યવાહી…

ફૂડ લાયસન્સ ના હોવાના કારણે બે દુકાનો બંધ કરાવવામાં આવી..

અખાધ્ય નોનવેજ બિરીયાની સહિતનો વીસ કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ચાલતી ઇંડા-નોનવેજ ની દુકાનોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ફૂડ લાયસન્સ વિના અને એક્સપાયર થયેલ લાઇસન્સ રિન્યુ કરાવ્યા વિના ચાલતી દુકાનો બંધ કરાવવામાં આવી હતી.

વડોદરા શહેર એ કલાનગરી સાથે સાથે ખાણીપીણીના શોખીનોની પણ નગરી ગણાય છે. અહીં શાકાહારી-માંસાહારી તમામ પ્રકારની ખાણીપીણીના હોટેલ, સ્ટોલ, લારીઓ, ઢાબા આવેલા છે જ્યાં શહેરીજનો પોતાના સ્વાદ પ્રમાણે ખાણીપીણીની જયાફત માણતા હોય છે પરંતુ શહેરમાં કેટલાક રેસ્ટોરન્ટ, હોટલોમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં કેટલી સ્વચ્છતા રાખવામાં આવે છે તથા તે હોટલો, રેસ્ટોરન્ટ પાસે ફૂડ એન્ડ સેફ્ટીના લાયસન્સ છે કે કેમ તે ચકાસવા વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ની ટીમ કાર્યરત છે. ત્યારે ગતરોજ વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલનોનવેજ – ઈંડા ની રેસ્ટોરન્ટ બંધ કરાવીમાં ખાધ્યપદાર્થોનુ ચેકિંગ સાથે જ ફૂડ એન્ડ સેફ્ટીના લાયસન્સની ચેકીંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાંફૂડ લાયસન્સ ના હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 18વર્ષ થી ચાલી રહેલીએ.આર ઓમલેટ સેન્ટરને બંધ કરવામાં આવી હતી.વર્ષ 2023માં લાયસન્સ એસ્કપાયર થઈ ગયું હોવાના કારણે બંધ કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.
સાથે જ આ વિસ્તારમાં આવેલ લાજવાબ તવા ફ્રાય નામની રેસ્ટોરન્ટ પણ બંધ કરાવી હતી જ્યાં પ્રતિબંધિત કલર વાળી બિરયાની અને ચિકન અને ફ્રીઝ માંથી અન હાઇજેનિક ફિશ પણ મળી આવતા ફૂડ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન વીસ કિલો નોનવેજ સહિતના ખાધસામગ્રીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

સયાજીગંજ વિસ્તારમાં લાયસન્સ વિના ચાલતી એ.આર.ઓમલેટ સેન્ટરને બંધ કરાવવામાં આવી છે સાથે જ અન્ય એક લાજવાબ તવા ફ્રાય રેસ્ટોરન્ટમાં પ્રતિબંધિત વીસ થી પચ્ચીસ કિલો કલરવાળી બિરીયાનીનો નાશ કરાયો હતો સાથે જ ફ્રિજમાંથી બે દિવસ અગાઉની અનહાઇજેનીક ફીશ નો પણ નાશ કરાયો હતો અને રેસ્ટોરન્ટ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે જ દુકાનના સંચાલકોને તાકીદ કરવામાં આવી છે કે લાયસન્સ રિન્યુ કર્યા સિવાય રેસ્ટોરન્ટ ચાલુ નહીં કરી શકાય અને જો નિયમ તોડી રેસ્ટોરન્ટ ચાલુ કરાશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
-પ્રશાંત ભાવસાર-આરોગ્ય અધિકારી, વડોદરા મહાનગરપાલિકા

Most Popular

To Top