Vadodara

પાલિકાનાં ભરોસે ના રહેવાય, લોકોએ પોતે પાણીથી બચવા પાળ બાંધી

કારેલીબાગની સોસાયટીના લોકોએ ઘરના દરવાજા પાસે ત્રણ ફૂટની દીવાલ બનાવી લીધી


વડોદરા શહેરના પોશ ગણાતા વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાઈ જતું હોવાથી ત્યાંના રહીશો દ્વારા જાતે પાણી પહેલા પાળ બાંધવામાં આવી છે. વડોદરા શહેરના કારેલીબાગ સ્કાય હાર્મની અને આનંદનગરમાં લગભગ નવસો ઘરની સામે દર ચોમાસે પાણી ભરાઈ જવાથી મુસીબતનો સામનો કરવા મજબૂર થવું પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે અમે દર વર્ષે કોર્પોરેશનમાં ફરિયાદ કરીએ છીએ પરંતુ પાલિકા કોઈ વ્યવસ્થા કરતી નથી. એક વરસાદ પડે એટલે અમારા રોડ પર બે બે ફૂટ પાણી ભરાઈ જાય છે અને વરસાદી અને ગંદુ પાણી ઘરોમાં પ્રવેશી જાય છે. જેનાથી ઘર વખરી અને સામાનને નુકશાન થાય છે. પરિવારનાં સભ્યો બીમાર પણ પડે છે. વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જ્યારે અને ફરિયાદ કરી ત્યારે પાલિકાના અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે હાલ લોકાભા ઈલેકશન અને આચારસંહિતાના કારણે કશું કામ થાય એમ નથી. ત્યાર બાદ અમે ફરી કીધું ત્યારે કહે છે પ્રિ મોન્સુન કામગીરીને કારણે હાલ કંઈ થાય એમ નથી. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા આઠ વર્ષથી આજ જવાબો મળે છે અને અમે તકલીફ ભોગવતા રહીએ છે. તેથી અમારા ઘર બચાવવા અમે જાતે કામ હાથ પર લઈ ઘરના મુખ્ય દરવાજા પાસે ત્રણ ફૂટની દીવાલ બનાવી છે જેથી પાણી ઘરમાં ના પ્રવેશે અને નુકશાન ના થાય.

Most Popular

To Top