Vadodara

પાલિકાએ 60,000 મિલકત ટાચ માં લીધી, વેરા પેટે કુલ 724 કરોડ સામે 650 કરોડની વસુલાત થઈ

12 દિવસમાં 74 કરોડ થી વધુ બાકી વેરો વસૂલવા તરફ નો એક્શન પ્લાન રેડી

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ચાલુનાણાકીય વર્ષમાં સામાન્યકરના 724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 650 કરોડની વસુલાત થઈ છે. હવે 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા 12 દિવસમાં હજુ 74 કરોડ આવક હાંસલ કરવી પડશે. વર્ડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25ના નાણાકીય વર્ષના વેરાબિલોની સાથે સાથે કરદાતાઓને પાછલા બાકી રહેતા વેરા પર ચડેલા વ્યાજમાં રાહત મળે તે હેતુથી રહેણાંક અને બીનરહેણાંક મિલક્તોનો બાકી વેરો ભરે તો 80% વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે જે હાલમાં ચાલુ છે. આ યોજના 31 માર્ચના રોજ પૂર્ણ થશે. વેરાના બજેટ લક્ષ્યાંક 724 કરોડ ને સિદ્ધ કરવા માટે તમામ 19 વોર્ડમાં દરરોજ બીનરહેણાંક મિલકતોને સીલ કરવાની કામગીરી હાલમાં થઈ રહી છે, જેમાં તા.12 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60 હજારથી વધુ મિલકતો સીલ કરવામાં આવેલ છે. વેરો ભરવાનો બાકી હોય તેવી 1240થી વધુ બીનરહેણાંક મિલક્તોને બુધવારે સીલ કરવામાં આવેલી હતી અને 60 રહેણાંક મિલકતોનાં પાણી કનેકશન કાપવામાં આવેલ હતા.

Most Popular

To Top