વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ પર પાલિકા તંત્ર દ્વારા સીલ કરવામાં આવેલી એપોલો ફાર્મસીની દુકાનના સંચાલકે રાત્રે પરવાનગી વિના સીલ -લોક ખોલી સામાન સગવગે કર્યો હતો.
વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ચારની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં એપોલો ફાર્મસીની દુકાન આવેલી છે. પાલિકાની ટીમ દ્વારા તાજેતરમાં આ દુકાને સીલ મારવામાં આવ્યું હતું. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી દુકાન બંધ હતી. દરમિયાન 29 નવેમ્બર ના રોજ રાત્રિના સમયે આ એપોલો ફાર્મસી દુકાનના સંચાલકો દ્વારા પાલિકાની ટીમ દ્વારા મારવામાં આવેલું સીલ પોતાની મન મરજી મુજબ ખોલી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમાંથી સામાન પણ સગે-વગે કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન આ સમગ્ર ઘટનાની જાણ વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાને થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. ત્યારબાદ કયા કારણોસર કોની પરવાનગીથી તમે પાલિકાને ટીમે મારેલું સીલ ખુલી નાખ્યું છે અને સામાન કાઢી રહ્યા છો તેમ પૂછ્યું હતું. જેથી યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોર્પોરેશન દ્વારા મસ મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.