એક્ષાઇટ કંપનીની ત્રણ બેટરીની અંદાજે કિંમત રૂ 15,000
(પ્રતિનિધિ) વડોદરા તા. 15
વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા, ટ્રાફિક સિગ્નલ તથા વી.એમ.ડી. ડીસ્પલે માટે પાવર સપ્લાય આપતા અલકાપુરી ગરનાળા પાસેના જંક્શન બોક્ષમાથી એક્ષાઇટ કંપનીની ત્રણ બેટરી જેની અંદાજે કિંમત રૂ 15,000ની કોઇ ચોરી કરી ગયું હોવાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા મહાનગરપાલિકા તંત્ર પોતાની જ સંપતિની સુરક્ષામાં નિષ્ફળ જણાયું છે.શહેરમા તસ્કરો હવે એટલા બેખૌફ બની ગયા છે કે ખુદ શહેરના રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થા માટે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા ની આંખો નીચેથી બેટરી ચોરી કરી ગયા! શહેરના વાઘોડિયા ડભોઇ રીંગરોડ ખાતે ભાગ્યોદય ટેનામેન્ટમા ક્રિશ્ના ગોપાલભાઇ ચુનારા પોતાના પરિવાર સાથે રહે છે અને વડોદરા મહાનગરપાલિકામા આઇ ટી ડિપાર્ટમેન્ટમા ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરા, ટ્રાફિક સિગ્નલ તેમજ વી.એમ.ડી.ડીસ્પ્લે ને ઓપરેટ કરવા માટે અલગ અલગ પોઇન્ટ્સ તથા સર્કલ પર આવેલા પાવર સપ્લાય જંક્શન પરની બેટરીનુ સુપરવિઝન કરવાનું હોય છે જે ફિલ્ડ ઓફિસરો દ્વારા રિપોર્ટ આપવામાં આવે છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં બેટરી ચેક કરતાં શહેરના અલકાપુરી ગરનાળા પાસે આવેલા જૂના વી માર્ટ ની સામે બંને બાજુ ફૂટપાથ પર લાગેલા જંક્શન બોક્સમાથી એક્ષાઇટ કંપનીની ત્રણ બેટરી ચોરી થઇ હોવાનું જણાયું હતું જેમાં એક બેટરીની કિંમત રૂ.5000 લેખે કુલ ત્રણ બેટરી જેની કુલ કિંમત રૂ 15,000ની ચોરી થઇ હોવા અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
