Vadodara

પાર્ટી સામે ધારાસભ્ય યોગેશ પટેલનો ખુલ્લો બળાપો: ‘અમે વધુ મત અપાવીએ, છતાં હોદ્દા બીજાને?



સક્રિય સભ્ય સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલે મેયર પદ, હોદ્દાઓ અને વિકાસ મુદ્દે પાર્ટીમાં અવગણના અંગે દુઃખ વ્યક્ત કર્યું



વડોદરા: ગતરોજ યોજાયેલા સક્રિય સભ્ય સંમેલનમાં ધારાસભ્ય યોગેશ પટેલે ભારતીય જનતા પાર્ટીની અંદરના અન્યાયની વાત ખુલ્લેઆમ હસતા મોઢે કરી. તેમણે પોતાના વિસ્તાર માંજલપુરના વિકાસના કામોની વાત કરતા કહ્યું કે, “હું આને લીધે ખુશ છું કે વિકાસ થઈ રહ્યો છે, પણ જો અમારી વિસ્તારમાંથી પણ કોઈ પાર્ટી હોદ્દેદાર હોય તો આજથી પણ વધુ વિકાસ થઈ શકે.” ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે, “તમે માંજલપુરમાંથી નિલેશ રાઠોડને મેયર આપ્યો પણ માત્ર છ મહિના માટે, જ્યારે બીજા બધા ઝોનમાંથી નિયમિત મેયર મળ્યા છે. અમારા વિસ્તારને તો હમેશાં મહામંત્રીના હોદ્દા પર અટકાવવામાં આવ્યા છે.” તેમણે હસતા મોઢે કહ્યું કે, “અમને કોઈ ડેપ્યુટી મેયર નથી આપ્યો, સ્ટેન્ડિંગ ચેરમેન નથી આપ્યો, બધાં હોદ્દાઓ બીજા વિસ્તારના લોકો જ લઈ જાય છે. તદ્દન આશ્ચર્યજનક વાત એ છે કે જ્યાંથી વોટ ઓછા મળે છે, ત્યાં હોદ્દાઓ જાય છે. જ્યારે અમે વધુ મત અપાવીએ છીએ, છતાં અમારું પ્રતિનિધિત્વ ન્યાયરૂપ નથી.”

ઉલ્લેખનીય છે કે, અવાર નવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે વધુ એક વાર પોતાના વિસ્તારમાં અપાતા નેતૃત્વને લઈને સંગઠન સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.

Most Popular

To Top