મંગળવારે સવારે સાત વાગ્યા પહેલાં વડોદરાથી ઇ મોપેડ પર જતી મૈત્રી નરેન્દ્રકુમાર શાહ નામની વિધાર્થિની પોતાની અન્ય એક સહેલી સાથે પારુલ યુનિવર્સિટી વાઘોડિયા ખાતે જતી હતી તે દરમિયાન વાઘોડિયા ચોકડી નજીક એક પીક અપ ગાડી નં.જીજે-27-ટીડી-6752 ના ચાલકે ઇ મોપેડને અડફેટે લેતાં મૈત્રી શાહનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે અન્ય સામાન્ય ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.ઘટનાબાદ પીક અપ ડ્રાઇવર ભાગી ગયો હતો. સમગ્ર મામલે કપૂરાઇ પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.