Vadodara

પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થી પર હુમલો કરનાર પાંચની અટકાયત

લાકડી, બેટ અને પથ્થરથી વિધાર્થીને મરણતોલ માર માર્યો હતો

વાઘોડિયા
લિમડા ગામે પારૂલ યુનિવર્સીટીના ચાર દેશના વિદેશી વિધ્યાર્થીઓ પર લિમડા સ્મશાન તળાવ નજીક 10 જેટલા હુમલાખોરો ઘ્વારા લાકડી, બેટ અને પથ્થરો વડે માર મારવા બાબતે વિડિયો વાયરલ થતા યુનિવર્સિટી દ્વારા વાઘોડિયા પોલીસમા ફરીયાદ બાદ પોલીસે પાંચની ઓળખ કરી ધરપકડ કરી છે.

લિમડા ગામે વિદેશી વિઘ્યાર્થીઓ પર હુમલાનો વિડીયો વાયરલ થયા બાદ યુનિવર્સીટી ઘ્વારા વાઘોડિયા પોલીસમા ફરીયાદ નોંઘાવતા દસ હુમલાખોરો પૈકી સાતની ઓળખ પોલીસે કરી હતી, જેમા પાંચની અટકાયત કરી હતી, જયારે બે સગીરને નોટીસ પાઠવી છે.ત્રણ જેટલા હુમલાખોર હજુ પણ ફરાર છે. થાઈલેન્ડના વિદેશી વિદ્યાર્થીને લાકડી, દંડા, બેટ, પથ્થર અને લાતોથી માર મરાતા ગંભીર ઈજાગ્રસ્ત સ્થિતિમાં હોસ્પીટલ સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. અજાણતા જ બુટ- ચપ્પલ પહેરી તલાવ પાસે બનાવેલ દરગાહના ઓટલે આવી ચઢતા સ્થાનિક કેટલાક લોકો ઘ્વારા બુટ ચપ્પલ પહેરી અહિ કેમ આવ્યા તેવું ગુજરાતીમાં કહેતા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાથી અજાણ હોય સમજ પડી ન હતી. ટોળાએ બુમાબુમ કરી અન્યલોકોને બોલાવતા લોકોએ થાઈલેન્ડના વિઘ્યાર્થીને ઘેરી બેરહેમી પુર્વક ક્રુરતા પુર્વક માર મારતા અન્ય સાથી વિઘ્યાર્થીઓ જીવ બચાવી નાસી છુટ્યા હતા.

પારુલ યુનિવર્સિટી પાસે આવેલા લીમડા ઇન્ફીનિટી હોસ્ટેલ પાછળના ભાગે આ બનાવ બનતા વિડીયો વાયરલ થયો હતો.ઘટનાની ગંભીરતા જોતા વાઘોડિયા પોલીસ એક્શનમા આવી હતી. યુનિવર્સિટી દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ ગણતરી ના કલાકોમાં જ વાઘોડિયા પોલીસે હુમલાખોરોને શોઘી ઓળખી કાઢી જબ્બે કરવાના શરુ કર્યા છે. ફરીથી આ પ્રકારની ઘટના બને નહીં તેવા પ્રયાસોના ભાગરૂપે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી આરોપીને કાયદાના પાઠ શિખવ્યા છે

*પકડાયેલ હુમલા ખોરોની યાદી*

(૧) મુખત્યારમહંમદ રાજ મહંમદ શેખ ઉ.વ.૪૩ રહે, લીમડા બારોટ ફળીયુ (૨) રાજેશભાઇ શનાભાઇ વસાવા ઉ.વ.૨૬ રહે, લીમડા ભાથીજી મંદીર ની સામે, નવીનગરી (3) રવીભાઇ વિદુરભાઇ વસાવા ઉ.વ.૨૪ રહે, લીમડા ભાથીજી મંદીર ની સામે, નવીનગરી (૪) સ્વરાજ શાંતીલાલ વસાવા ઉ.વ.રર રહે, વ્યારા ટેકરુ ફળીયુ તા.વાઘોડીયા (૫) પ્રવિણભાઇ લલ્લુભાઇ વસાવા ઉ.વ.૪૬ રહે, લીમડા, નવીનગરી, તા.વાઘોડીયા જી.વડોદરા

Most Popular

To Top