પરિવારના ત્રાસમાંથી મુકત થવા એક પરણિતાએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો જેથી બાપોદ અભયમ રેસ્કયુ ટીમ સ્થળ પર પહોંચી હતી અને પીડિતા સાથે કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના પતિ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા તેઓને સંતાનમાં બે દીકરીઓ એક દીકરો છે એમ કુલ ત્રણ સંતાનો છે અને તેમાં તેઓની મોટી દીકરી 16 વર્ષની છે અને બીજી દીકરી 14 વર્ષની છે તેઓ સાસુ સસરા સાથે રહેતા હતા.મહિલાના પતિના મૃત્યુ પછી તેઓને લગ્ન કરવા ન હતા પરંતુ સાસુના કહેવાથી બીજા લગ્ન કર્યા હતા અને બીજા લગ્ન કરેલ તે પતિ પરિણીતા સાથે પહેલા પતિના ઘરે જ રહેતા હતા બાળકોને પિતા મળી રહે તે માટે મહિલાએ બીજા લગ્ન કર્યા હતા અને પતિ બે છોકરીઓને કંઈ પણ કહેતા તો સાસુ સસરા પરિણીતા સાથે ઝઘડો કરે છે અને બંને છોકરીઓ કીધા વગર બહાર મોડી રાત સુધી ફર્યા કરે છે. સસરાએ છોકરીઓને ફોન આપેલ છે તો છોકરીઓ આખી રાત સૂતી નથી અને મોબાઈલ લઈને બેસી રહે છે ઘરના કામ કરતી નથી અને સ્કૂલમાં જતી પણ નથી અને સ્કૂલના બહાને બહાર ફર્યા કરે છે અને છોકરા મિત્રો બનાવે છે અને તેમની સાથે કીધા વગર જતા રહે છે તો તે છોકરીઓને સુધારવા માટે પીડિતાબેન અને તેમના પતિ કંઈ પણ કહેતા તો તેમના સાસુ સસરા ઘરની બહાર નીકળી જવાનું કહેતા હતા અને છોકરીઓની તરફેણ કરી છોકરીઓને બગાડે છે તેથી પીડિતા બેને છોકરીઓના કાઉન્સિલિંગ માટે 181 ની મદદ લીધેલ હતી.
સમગ્ર મામલે અભયમ ટીમે પીડીતાબેન અને તેમની બંને છોકરીઓનું કાઉન્સિલિંગ કરી સમજાવેલ કે તમારી મમ્મીની વાત સાંભળો અને કીધા વગર બહાર જશો નહીં અને મોબાઈલ નો ઉપયોગ જરૂર પૂરતો કરો,તમારે અત્યારે અભ્યાસમાં ધ્યાન આપો એમ સમજાવી છોકરીઓ તેમનું ભૂલ સ્વીકારી અને હવે પછી આવું નહીં કરીએ તેનું બાહેધરી આપેલ છે પછી કેસ પૂર્ણ કરેલ છે.