Vadodara

પામ ઓઇલને રિફાઇન્ડ કપાસિયા તેલ બતાવી કરાતું વેચાણ ઝડપાયું

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર દ્વારા દેલોલ શ્રીનાથ પ્રોટીન ખાતે ભેળસેળ યુક્ત રીફાઇન્ડ તેલનું વેચાણ કરતા એકમ સીલ
*પામ ઓઇલ નુ રિફાઈન્ડ કપાસીયા તેલ તરીકે વેચાણ કરતા કારનામાનો પર્દાફાશ*

શુક્રવાર નારોજ જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા એચ ટી મકવાણા અને તેઓની જીલ્લાની ટીમ તથા કાલોલ મામલતદાર વાય જે જે પુવાર તથા તેઓની ટીમ તેમજ જિલ્લા પુરવઠા મેનેજર ગ્રેડ-૨ ની સંયુક્ત ટીમો ધ્વારા કાલોલ તાલુકાના દેલોલ ગામે બરોડા-ગોધરા હાઈવેની બાજુમાં આવેલી શ્રીનાથ પ્રોટીન્સ એકમની આકસ્મિક તપાસણી કરતા શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં મીશા એન્ટર પ્રાઈઝ વડોદરાથી પામ તેલ લાવી શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં અનઅધિકૃત રીતે અલગ અલગ કંપનીના માર્કવાળા રીફાઇન્ડ કપાસિયા ઓઈલ તેમજ રીફાઇન્ડ વેજીટેબલ ઓઈલના અનઅધિકૃત કંપનીના માર્કા લગાવી ભેળસેળ યુક્ત રીફાઇન્ડ તેલનું વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ એકમ માથી વેજલપુર ના દુકાનદારને વેચાણ કરવા આપવામાં આવ્યું હતું. જેની અંદર જથ્થા નુ ક્રોસ ચેકીંગ કરતા વેજલપુરના દુકાનદારને પામ ઓઇલનુ બીલ આપવામા આવ્યું હતું. જયારે લેબલ કપાસીયા તેલ નુ મારેલુ જોવા મળ્યું હતું. શ્રીનાથ પ્રોટીન એકમમાંથી તેલના ૧૫ કિગ્રાના અલગ અલગ માર્કાવાળા પામ ઓઇલના ૧૯ ટીન ભરેલા ટીન જેની કિમત રૂપિયા ૨૭,૫૫૦ તથા ખાલી ટીન ૧૫ કિગ્રાના ૨૦૦૦ નંગ જેની કિમત રૂપિયા ૫૦,૦૦૦ તથા ૦૫ લીટરના તેલ ભરવાના ખાલી કારબા ૨૪૦૦ નંગ જેની કિમત રૂપિયા ૫૨,૮૦૦ તથા ૦૧ લીટરના ખાલી બોટલ ૪૩૨૦ નંગ જેની કિમત રૂપિયા ૨૫,૯૨૦ તથા ૫૦૦ મિલી ખાલી બોટલ ૨૭૩૭ નંગ જેની કિમત રૂપિયા ૮,૨૧૧ તથા પેકેજીંગ મશીનરી બેરલ (પ્રવાહી ભરેલ) ૧ નંગ (અંદાજે ૧૮૦ લીટર પ્રવાહી) જેની કિમત રૂપિયા ૨,૦૦,૦૦૦ આમ કુલ મળી ખાલી ટીન – ૧૧૪૫૭ જેની કુલ રકમ રૂપિયા ૧,૩૬,૯૩૧ તથા ભરેલ ટીન – ૧૯ જેની કુલ રકમ રૂપિયા ૨૭,૫૫૦ તેમજ પેકેજીંગ મશીનરી બેરલ (પ્રવાહી ભરેલ) ૧ નંગ (અંદાજે ૧૮૦ લીટર) જેની કિમત રૂપિયા બે લાખનો જથ્થો મળી આવેલ છે. આમ કુલ મળી બજાર કિંમત રૂપિયા ૩,૬૪,૪૮૧/નો જથ્થો જપ્ત (સીઝ) કરી શ્રીનાથ પ્રોટીન્સ એકમના માલિક અનીસ એસ. ચુડેસરા સામે આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top