Vadodara

પાન – તમાકું ખાઈ આવવું નહિ, મુખ્યમંત્રીની શિખામણનો અમલ કે શિત યુદ્ધ?

વડોદરા મહાનગર પાલિકાના મેયર, ડે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે પાલિકાના અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં વડોદરા મહાનગર પાલિકાને મુખ્ય મંત્રી દ્વારા ૧૮૮ કરોડ વડોદરાના વિકાસ માટે ફંડની રકમ મળી.તે દરમિયાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાન પડીકી,તમાકુ વિષય પર ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે સરકારી ઈમારતોમાં અને પાસે પાન પડીકી ખાઈને પિચકારી મારતા શખ્સો અને ઓફિસમાં પાન પડીકી ખાતા લોકોને રોકવા જોઈએ. મુખ્યમંત્રીએ ટકોર કર્યા બાદ વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા પાન પડીકી ખાઈને ઓફિસમાં આવવું નહીં તેવું બેનર લગાવ્યું હતું.

ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સરકારી ઓફિસમાં પાન પડીકી ખાઈને આવવું ના જોઈએ અને ગમે ત્યાં પિચકારી મારવીના જોઈએ. આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકામાંથી મેયર પિન્કી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઉપસ્થિત હતા. ત્યારે ચિરાગ બારોટે કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી છે. માટે આ પોસ્ટર મારી ઓફીસની બહાર લગાવ્યું છે. પરંતુ પાલિકાના સત્તાધીશોનું શીત યુદ્ધ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે એ બધાને ખબર છે. માટે ડે મેયર ચિરાગ બારોટ ઓફીસ બહાર પોસ્ટર લગાવીને કોને લક્ષ્ય બનાવ્યા અને એક કાંકરે બે પક્ષીને નિશાન બનાવ્યું હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Most Popular

To Top