Vadodara

પાદરા જંબુસર રોડપર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

પાદરાથીજંબુસર તરફના રોડપર માસરરોડ ચોકડી ખાતે આજે એક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાને પગલે રોડપર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે ઘટનાસ્થળે થી નાસી છૂટ્યો હતો બનાવની જાણ થતાં માસરરોડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની ઓળખ તથા પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી હતી સાથે જ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અજાણ્યો બાઇકચાલક ઉમરવાળી વ્યક્તિ હોવાનું અને તેની ઓળખ હજી બાકી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top