લોકો યોગમય બનીને સ્વસ્થ અને તંદુરત રહે તે માટે પાદરા ખાતે મહા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
શિબિરનો ઉદેશ્ય લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતાનો
ગુજરાત રાજય યોગ બોર્ડ લોકો યોગમય બનીને સ્વસ્થ અને તંદુરત રહે તે માટે કાર્યરત છે ત્યારે વડોદરાના પાદરા ખાતે મહા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું . જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આ એ નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આયોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યુ હતું અને યોગાસનો કરાવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે ગુજરાતમાં 365 દિવસ યોગ થાય છે .
શિબિરનો ઉદેશ્ય લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે સાથે જ દરેક લોકો યોગ કરતા થાય તે મુખ્ય હેતુ છે. પાદરા ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.આ મહા યોગ યો શિબિરમાં 1200થી વધુ લોકો જોડાયા હતા.યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ ઉઓસ્થિત પાદરાના નગરજનોને પ્રેરણા આપી હતી અને રોજે રોજ યોગ કરવા જણાવ્યુંવહતું જેથી આપણે સ્વસ્થ રહી શકીએ. સહુએ પ્રેરણા લઈને સૌના દિનચર્યામાં યોગનો ઉમેરો કરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.