ભાજપના MLAએ કોંગ્રેસની રાક્ષસ સાથે સરખામણી કરતા કોંગી નેતાનો પલટવાર
તમારા શબ્દો પાછા ખેંચી લેજો નહીં તો તમારે ભોગવવું પડશે
પાદરા: પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ગતરોજ સરસવણી ગ્રામ પંચાયતના કાર્યક્રમમાં કોંગ્રેસ વિકાસના કામ ના હવન માં હાડકા નાખે છે અને જેમ પહેલાના જમાના માં ઋષિ મુનીઓ ધર્મ અને સમાજ કામ અર્થે કરતા હવનમાં રાક્ષસો હવનમાં હાડકા નાખતા હતા તેમ કોંગ્રેસ પણ વિકાસના કામો માં હાડકા નાખે છે તેમ કહી કોંગ્રેસની સરખામણી રાક્ષસ સાથે કરી દીધી હતી. જેને પગલે પાદરા શહેર તાલુકાનું રાજકારણ ગરમાયું છે. આ ઘટનાના 24 કલાકમાં જ કોંગ્રેસના અગ્રણી અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે વળતો પ્રહાર કર્યો છે. જેમાં ભાજપના ધારાસભ્યે અગાઉ તેમના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસને આપેલા સમર્થનની વાત યાદ કરાવી છે. સાથે જ તેમના શબ્દો પાછા ખેંચી લેવા માટે જણાવ્યું છે. તે પૂર્વે કેટલાક દિગ્ગજ નેતાઓ પહેલા કોંગ્રસ માં હતા તેઓ પણ રાક્ષસ હતા ? તેવા સવાલો કર્યા છે.
પાદરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના વડોદરા જીલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢીયારે સોશિયલ મીડિયામાં વીડિયો મુકીને જણાવ્યું છે કે, શિક્ષિત લોકો કેવી વાત કરે છે, તે તમામ લોકોએ જોયું છે. તેમની ભાષા કેવી હોય છે, ત્યાંના સરપંચ અને તલાટીને આમંત્રણ નહોતું. પંચાયતી રાજ કોંગ્રેસની દેણ છે. તેમણે એક નિવેદન આપ્યું છે. તેના માટે મારે પાદરા તાલુકાની જનતાને કહેવું છે કે, તાલુકામાંથી ઘણા આગેવાનો કોંગ્રેસ જોડે જોડાયેલા રહ્યા છે અને લોકોની સુખાકારીના કામો થયા છે. માત્ર ત્રણ વર્ષમાં જ સુખાકારી થઇ છે એવું નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં તમને ટિકિટ મળી નહોતી, જેથી તમે કોંગ્રેસને જીતાડવા માટે તમારૂ સમર્થન જાહેર કર્યું હતું. તે વખતે અમે તમને આમંત્રણ નહોતું આપ્યું. તમે ભાજપને હરાવવા માટે ટેકો આપ્યો હતો. મને આ વખતે 61 હજાર લોકોએ મત આપ્યા, શું તેઓ રાક્ષસના વંશજો હતા…? તમારા શબ્દો પાછા ખેંચી લેજો, તમે વિવિધ સમાજનું જે અપમાન કર્યું છે, તમે શબ્દ પાછા નહીં ખેચો, તો તમારે નુકશાન ભોગવવું પડશે.
આ મામલો પાદરાના સરસવણી ગામમાં ગ્રામપંચાયત ઘરનું નિર્માણકાર્યના પ્રારંભ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા છે. જો કે, કેટલાક લોકો દ્વારા આ પ્રસંગનો વિરોધ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા ધારાસભ્યએ સારા કામમાં હાડકા નાંખતા કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ જોડે કરી નાંખી હતી.
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, પહેલાના જમાનામાં જ્યારે યજ્ઞ કરતા હોય, ત્યારે સારા કામમાં ભંગ પાડવા માટે રાક્ષસો હવનમાં હાડકા નાંખવા આવતા હતા. તેવી રીતે અત્યારે પણ એવું છે, રાક્ષસો જતા રહ્યા, પરંતુ કોંગ્રેસના રાક્ષસોરૂપી વંશજો આજે પણ આપણી વચ્ચે છે, જ્યારે વિકાસનું કામ થતું હોય, ત્યારે આંગળી કરવા અને હવનમાં હાડકા નાંખવા આવી જાય છે. ગ્રામલોકો બેઠા છે, હું પુછવા માંગુ છું, મેં કોઇને આમંત્રણ આપ્યું છે. હું આવ્યો છું, પાદરા તાલુકાના ધારાસભ્ય તરીકે મને આમંત્રણ આપવામાં આવ્યું છે. પંયાયત ઘરનું ખાતમૂહુર્ત કરવાનું છે. જેથી હું આવી ગયો. મહેમાન કોઇ દિવસ આમંત્રણ આપે, મહેમાને કોઇ દિવસ આમંત્રણ આપવાનું ના હોય. ગામ લોકો આમંત્રણ આપે, આ કાર્યક્રમમાં મારે સરપંચને આમંત્રણ આપવાનું હોય કે સરપંચ મને આપે ? તેમ જણાવ્યું હતું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવનમાં હાડકા નાંખતા વ્યક્તિઓને કોંગ્રેસીઓ એટલો સપોર્ટ કરે છે, પહેલા એવું હતું, સરકાર વિરોધી બોલવું હોય ત્યારે કોંગ્રેસ તરત તૈયાર હોય. પણ હવે તેમાં નવું આવ્યું છે. કોંગ્રેસથી બોલાતું નથી, અમુક જગ્યાઓએ મર્યાદા નડે છે, તો હવે તેમણે વિના લાયસન્સે સોશિયલ મીડિયા ચેનલો ચાલુ કરી દીધી. તેમાં જેને જે ફાવે તેમ બોલવાનું, આવું કામ ચાલી રહ્યું છે. કારણકે, પાદરા તાલુકાનો જે વિકાસ થઇ રહ્યો છે, તે તેમનાથી જોવાતો નથી. તેઓ નથી કરી શક્યા. કોઇ વિરોધી પાદરાને વિકાસના રાહે નથી લઇ જઇ શક્યા. ગામમાં પંચાયત ઘરનું કામ થાય છે, તે વિરોધીઓથી જોવાતું નથી. અમારો કાર્યકર ડરતો નથી. આ લોકોની ગંદકીઓથી, વિરોધથી, કે ષડયંત્રથી, પાદરા તાલુકાનો વિકાસ અટકવાનો નથી. અમે વિરોધીઓને જવાબ આપવા, કદાચ અમારે જાનથી પણ હાથ ધોવાના થતા હશે, તો પાછા પડીશું નહીં, પાદરાને વિકાસમાં અગ્રેસર રાખીશું, તેની હું બાહેધારી આપું છું.
પાદરા માં ભાજપ અને કોગ્રેસ વચ્ચે નિવેદનો સાથે વિવાદ શરૂ થયું છે પાદરા માં બે દિવસ પૂર્વે સરસવણી ગામે પંચાયત ઘર ના ખાત મુર્હૂત પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા એ જાહેર મંચ પર થી કોગ્રેસ હવન માં હાડકાં નાખતું હોવાનું પ્રવચન કર્યું હતું, જે નિવેદન ને કોગ્રેસ અગ્રણી અને જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢીયાર તેમજ હર્ષદસિંહ પઢીયારે સખ્ત શબ્દોએ વખોડી ને પાદરા મીડિયા ને નિવેદન આપ્યું હતું
પાદરા માં ભાજપ અને કોગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે ત્યારે પાદરા માં ભાજપ અને કોગ્રેસ વચ્ચે સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે ના વિવાદો થી રાજકારણ માં ગરમાવો આવ્યો છે.
વાત છે બે દિવસ પૂર્વે પાદરા ના સરસવણી ગામે પંચાયત ઘર નું ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા એ જાહેર મંચ પર થી સારા કામો માં આજે પણ રાક્ષસ રૂપી વંશજો જે કોગ્રેસ ને ગાણીવી ને હવન માં હાડકાં નાખે છે તેમ જાહેર માં પ્રવચન કર્યું હતું…
જેને લઇ ધારાસભ્ય એ કરેલા નિવેદન થી કોગ્રેસ માં નારાજગી વ્યાપી હતી વડોદરા જિલ્લા પંચાયત ના વડુ તેમજ મુજપુર બેઠક ના કોગ્રેસ ના સદસ્ય અને કોગ્રેસ અગ્રણી અર્જુનસિંહ પઢિયાર અને હર્ષદસિંહ પરમારે ધારાસભ્ય ના નિવેદન ને વખોડી ને પ્રતિક્રિયા આપી હતી. સામે સામે કરવામાં આવેલા આક્ષેપ પ્રતિ આક્ષેપો થી પાદરા તાલુકા નું રાજકારણ ગરમાયું હતું.
અર્જુનસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે તેને સખત શબ્દોમાં વખોડી અને એટલું જ કહીશું કે 2017 થી 2022 માં પાદરા વિધાનસભાને ના મત વિસ્તારમાં 500 કરોડથી વધારાના કામો મંજુર કરાવ્યા છે. અને અનેક ઘણાં કામો કર્યા છે અને જ્યારે આપ ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે ખાસ ખાતમુરતનો પહેલો પ્રસંગ ચોકારી મુકામે પાણી પુરવઠા યોજનાની ટાંકીનો કર્યો હતો એ પ્રોગ્રામમાં અમે જશપાલસિંહ, ધારાસભ્ય બધા જ હાથે મળી અને એક સૌનો સાથ અને સૌનો વિકાસને સૂત્ર સાર્થક કરી અને પહેલું ખાતમુરતની શરૂઆત પાદરા તાલુકામાં કરી હતી. વિકાસની વાતમાં અને સાચા અને સારા કામમાં ક્યારેય કોંગ્રેસ આડે આવ્યું નથી. શિક્ષિત હોવા છતાં જે શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે ચૂંટાયેલા ક્યાંય કોઈ એવી વાત ના કરવી જોઈએ કે કોઈપણ વ્યક્તિ હોય એનું માન સન્માન જળવાય તે જોવું જોઈએ. પાદરા તાલુકામાં વિકાસની જો વાતો હોય અને ખરેખર શિક્ષણ અને આરોગ્ય વાત કરીએ તો આંગણવાડી ની ૨૬૧ માં થી ૭૧ આંગણવાડી પાસે મકાન નથી ભાડાના મકાન માં પંચાયત ઘરમાં આંગણવાડી ચલાવી પડે છે. એવી જ રીતે પાદરા તાલુકામાં શિક્ષકોની પણ ખૂબ ઘટ છે શિક્ષકોની ખુબ ઘટ છે ગામે ગામ ૧૪૨ શાળા માં ૧ થી ૫ ધોરણ અને ૬ થી ૮ ના ધોરણ માં શિક્ષકો ની ઘટ છે. કોંગ્રેસ ના પેટ માં ક્યારેય તેલ રેડાયું નથી.
હર્ષદસિંહ પરમારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ તરફથી અમારી પણ જવાબદારી છે જે કોંગ્રેસને રાક્ષસો કીધું અને જૂની વાતો કરી કે કોંગ્રેસ આજે હવનમાં હાડકા નાખે છે તે ખરેખર તેમને શોભતા નથી. તમને પ્રજાએ ચુંટ્યા છે પાદરા ના પ્રથમ નાગરિક છે. એમના પિતાશ્રી તેમજ ભાઈશ્રી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા એટલે કોંગ્રેસમાં જુના પણ દિગ્ગજ નેતા છે જે પાદરા માં ભાજપા ના નેતાઓ છે તે કોંગ્રેસમાંથી તણાય ને આવ્યા છે આ દેશમાં રાજ્ય સત્તાની ઉપર ધર્મ સત્તા છે જ્યારે પણ આવા તમે શબ્દોનો ઉપયોગ કરો છો ત્યારે દેશ માટે પણ ખરાબ છે અને આપણી ભાષા માટે પણ ખરાબ છે એટલે ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન કરે એવું ધારાસભ્ય એ નિવેદન કર્યું છે.