મોબાઇલ ફોનમાં ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો

(પ્રતિનિધિ) વડોદરા તા.05
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુરોડ ખાતે રહેતી યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અગાઉ તે ધોરણ 11મા અભ્યાસ કરતી હતી તે દરમિયાન અંબાસાકી વિસ્તારમાં કાસમભાઇ સલીમભાઇ ચૌહાણના ટ્યૂશન ક્લાસમાં બે વર્ષ સુધી જતી હતી આ પરિચય બાદ યુલતી કોલેજમાં આવ્યા બાદ બંને ફરવા જતા હતા ત્યાં વિધર્મી ટ્યુશન શિક્ષકે ફોટા પાડી લીધા હતા અને તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી ત્રણેક વાર હિન્દુ યુવતી પર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો આ સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુરોડ પાદરા ખાતે અંબાસક્રી વિસ્તારમાં એક યુવતી પ્રિયા (નામ બદલ્યું છે) પોતાના પરિવાર સાથે રહે છે અને એમ.એસ.યુનિવર્સિટીમા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે અગાઉ તે ધોરણ 11મા અભ્યાસ કરતી હતી તે સમયે અંબાસક્રી વિસ્તારમાં કાસમભાઈ સલીમભાઇ ચૌહાણ ને ત્યાં તેના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતો હોય તે સમયે ત્યાં તેણી સાંજે પાંચ થી છ વાગ્યા સુધી ટ્યૂશને જતી હતી જ્યાં તેણીએ બે વર્ષ સુધી ટ્યૂશને અભ્યાસ કર્યો હતો આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થતી બાદમાં પ્રિયા (નામ બદલ્યું છે)એ ધોરણ 12પછી એમ.એસ.યુનિવર્સિટીમા કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હતું અને છેલ્લા છ મહિનાથી વિધર્મી ટ્યુશન શિક્ષક કાસમ ચૌહાણ સાથે મોબાઇલ ફોન થી વાતચીત કરતી હતી અને મોટરસાયકલ પર બંને ફરવા જતા હતા ગત નવેમ્બર -2024મા વિધર્મી ટ્યુશન શિક્ષક યુવતીને મોટરસાયકલ ઉપર બેસાડી ચાપડ ગામ સંત કબીર સ્કૂલથી આગળ ટી.પી.રોડ લઇ જ ઇ ઝાડીઓમાં અને અગાઉના ફોટા તેના ફોનમાં પાડેલા હોય તે ફોટા યુવતીના ઘરના લોકોને બતાવી દેવાની ધમકી આપી યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ કોલેજમાંથી ફરવા જવાના બહાને ફરીથી એ જ જગ્યાએ લઇ જઇ યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ પણ અવારનવાર ફોન કરી ફરવા જવા માટે યુવતી પર દબાણ કરતો ગત જાન્યુઆરી 2025મા ફરવા જવાના બહાને લઈ જ ઇ યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ યુવતીએ વિધર્મીના ત્રાસથી સાથે વાતચીત બંધ કરી દીધી હતી પરંતુ ફેબ્રુઆરી માસમાં યુવતીને માસિક ન આવતા યુવતીએ વિધર્મી ટ્યુશન શિક્ષકને વાત કરી હતી જેથી વિધર્મી ટ્યુશન શિક્ષકે યુવતીને ગર્ભ પડાવવાની ગોળીઓ આપી હતી છતાં યુવતી માસિકમાં ન બેસતાં માતાએ આ વિશે યુવતીને પૂછતાં તેણીએ સઘળી હકીકત માતાને જણાવી હતી જેથી માતાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર મામલે વાત બહાર આવતા વિવિધ હિન્દુ સંગઠનોના હોદેદારો તેમજ કાર્યકરો અટલાદરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને વિધર્મી વિરુદ્ધ સખત કાયદેસરની કાર્યવાહી અંગેની માંગ કરી હતી.એક તબક્કે સગીર હિન્દુ દીકરી સાથે વિધર્મી દ્વારા બળાત્કાર થયો હોવાની બાબતે વાતાવરણ ગરમાયું હતું અને હિન્દુ સંગઠનોના ટોળા અટલાદરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અહીં આ વિધર્મીના એક સગાએ અગાઉ એક હિન્દુ દીકરીને ફસાવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.