,ભીમ આર્મીની કલેકટર કચેરી ખાતે આરએસીને કરી રજૂઆત
વડોદરાની ભીમ આર્મીના કાર્યકરો સોમવારે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો તેમજ ખેડૂતોનું ખેતી કરવા માટેનું પાણી બંધ કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક અસરથી પગલા ભરી રસ્તો તેમજ પાણી ચાલુ કરવા બાબતે પાદરાના ભુજ ગામના લોકોને સાથે રાખી સ્નિનોવેશનનું કામ અને સ્મશાનનો વિસ્તાર મોટો કરવાના લીધે થઈને ગામથી ખેતર જવાનો રસ્તો બંધ કરી દીધી છે તે શરૂ કરવા આરએસીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જે સ્મશાનનું રીનોવેશન થાય છે, તેમાં ગ્રામમજનોને કોઇ જ વાંધો નથી અને કોઈપણ ખેડૂતોને પણ વાંધો નથી. સ્મશાનની દીવાલ બનાવવા માં પણ અમને કોઈ જ વાંધો નથી તેમાં અમારું કોઈ પણ જાતનો રોકટોક નથી. અમારી મુખ્ય માંગણી એ છે કે, અમને ખેતરમાં આવવા જવા માટે રસ્તો કરી આપવામા આવે તેવી માંગણી સાથે આજરોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામના ખેડૂતો પણ આજરોજ કલેકટર કચેરી ખાતે આર.એ.સી ને આવેદનપત્ર આપ્યું હતું.
