વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવેલી ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા એક મહિનાથી ભંગાણ હોવાથી શહેરના દાંડિયા બજાર, માંજલપુર, નવાપુરા માર્કેટ વિસ્તારમાં દિવાળીના તહેવારોમાં પાણીનો કકળાટ સર્જાયો હતો. જેની પાલિકાને જાણ થતા તાત્કાલિક ધોરણે ભંગાણ થયેલી પાણીની લાઈનને રીપેર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પાણીની લાઈનમાં પડતા ભંગાણ શોધી કાઢવા કોર્પોરેશનને કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા સિસ્ટમ લગાવી છે તે ફેલ થઈ છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં નાખવામાં આવેલી વર્ષો જૂની ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક દિવસોથી ભંગાણ પડયું હતું. તેનું સમારકામ આજે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ભંગાણને કારણે લાખો લીટર પાણી નદીમાં વહી જતું હતું.વડોદરા શહેરની પ્રજાને વાસદ મહીસાગર નદીમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે ફાજલપુર ફ્રેન્ચવેલમાંથી વડોદરા સુધી આવતી પાણીની મુખ્ય લાઈન કેટલીક જગ્યાએ વિશ્વામિત્રી નદીમાંથી પણ પસાર કરવામાં આવી છે. ત્યારે પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ પડયું હતું. જેને કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું ત્યારે કોર્પોરેશનના સત્તાવાળાઓના ધ્યાન પર આવતા કામગીરી શરૂ કરવામાં આવી છે.
. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં અંદર છેલ્લા ઘણા વખતથી પાણી માટે બુમ પડતી હોય છે. ત્યારે શહેરમાંથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ થયું એની પાલિકાના અધિકારીઓ કર્મચારીઓને જાણ જ નથી. પાણીની લાઈનમાં લીકેજ થાય તેના માટે લાખો રૂપિયાનો ખર્ચો કરી સ્કાડા સિસ્ટમ પાલિકા દ્વારા લગાવવામાં આવી હતી. આ સિસ્ટમ કોઈ પણ પ્રકારનું પાણીનું લીકેજ હોય તે તરત બતાવી દે અને એને રીપેર કરી પુનઃ પાણીની લાઈન શરૂ કરવામાં આવતી. જેનાથી જે તે વિસ્તારના લોકોને પાણીની સમસ્યા ના રહે . પરંતુ આ સિસ્ટમ લગાવ્યા પછી પાલિકા તંત્ર જાણે ઊંઘતું હોય તેમ દેખાઈ આવ્યું હતું. છેલ્લા કેટલા દિવસથી વિશ્વામિત્રીમાંથી પસાર થતી પાણીની લાઈનથી કેટલાક વિસ્તારોને પાણી પૂરું પડાતું હતું. એ લાઈનમાં ભંગાણ હતું. વિશ્વામિત્રી નદીમાંથી જતી આ પાઇપલાઇન વિશ્વામિત્રીના વહેણ વચ્ચે ક્યારે અને કેવી રીતે લીકેજ થયું તેની પાલિકાને જાણ જ નથી. કારણ કે જે સિસ્ટમ લગાવવામાં આવી હતી .એ સિસ્ટમ જ ફેલ થઈ ગઈ હતી જેના કારણે લાખો ગેલન પીવાનું પાણી વિશ્વામિત્રીના ગંદા પાણીમાં વહેતું થઈ ગયું હતું. પાલિકા કોઈ સિસ્ટમ કે વાહનો તો વસાવી લે છે પરંતુ અહીં દેખભાળ એનું મેન્ટેનન્સ નથી કરતી. જેના કારણે ટેક્સ ભરતી જનતાને પ્રાથમિક સુવિધા એટલે કે પાણી પણ પૂરતું મળતું નથી. હાલ પાલીકાના અધિકારીઓને જાણ થતા તાત્કાલિક ધોરણે પાઇપ લાઇન રીપેર કરવાનું કામ શરૂ કર્યું છે. ટૂંક સમયમાં જે તે વિસ્તારને પાણીની સમસ્યાનો ઉકેલ જલ્દી આવશે.
પાણીની લાઈનમાં પડતા ભંગાણ શોધી કાઢવા કોર્પોરેશનને કરોડોના ખર્ચે લગાવેલી સ્કાડા સિસ્ટમ ફેલ
By
Posted on