Vadodara

પાણીગેટ શાકમાર્કેટ પાસે રીક્ષામાં બેઠેલા યુવાનને રીક્ષામાં બેસવાનું કારણ પૂછતાં ઇસમે કાચની બોટલ મારતાં યુવક ઇજાગ્રસ્ત

લગ્નપ્રસંગે પાર્ક કરેલી રીક્ષામાં એક ઇસમ બેઠો હોય રિક્ષા માલિકે રિક્ષામા બેસવાનું કારણ પૂછતાં ઝઘડો થયો હતો

લોકો ભેગા થઇ જતાં હૂમલાખોર ઇસમે ટોળાંને કાચની તૂટેલી બોટલ બતાવી ભાગી ગયો*

(પ્રતિનિધિ) વડોદરા તા. 10.

શહેરના પાણીગેટ શાકમાર્કેટ પાસે લગ્ન પ્રસંગે ઓટો રિક્ષામાં આવેલ પરિવાર રીક્ષા પાર્ક કરી લગ્નપ્રસંગમાં ગયા હતા તે દરમિયાન ઓટો રીક્ષામાં એક ઇસમ બેઠો હતો જેથી રીક્ષા માલિકે તે ઇસમને રીક્ષામાં બેસવાનું કારણ પૂછતાં તેણે યુવક સાથે અપશબ્દો બોલી ઝઘડો શરૂ કરતાં રીક્ષા ચાલક નો ભાઇ આવી ગયો હતો અને રીક્ષામાં બેસવાનું કારણ પૂછતાં તે ઇસમે કાચની બોટલથી હૂમલો કરી રીક્ષા ચાલક ના ભાઇને માથાના ભાગે તથા આંખ નજીક બોટલ મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા લોકટોળા ભેગા થયા હતા તે દરમિયાન કાચની તૂટેલી બોટલ બતાવી ઇસમ ભાગી ગયો હોય સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પાણીગેટ વિસ્તારમાં બાવામાનપુરામા અખ્તરઅલી સૈયદઅલી સૈયદ પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તા.09 મે ના રોજ રાત્રીના આશરે દસ વાગ્યાના સુમારે અખ્તર અલી નો મોટોભાઇ અબ્બાસઅલી સૈયદ પાણીગેટ શાકમાર્કેટ પાસે લગ્ન પ્રસંગ હોય પરિવાર સાથે ગયો હતો જ્યાં જમી પરવારીને બહાર પાનના ગલ્લા પર જતો હતો તે દરમિયાન પોતાના ભાઇની શાકમાર્કેટ નાકા પાસે પાર્ક કરેલી રીક્ષામાં એક ઇસમ બેઠો હતો જેનું અબ્બાસ અલી સૈયદે નામ પૂછતાં તેણે પોતાનું નામ આસીફ ઉર્ફે બોબડો ઇકબાલ શેખ હોવાનું તથા કબેલાની પાછળ પાણીગેટ શાકમાર્કેટ બાવામાનપુરામા રહેતો હોવાનું જણાવ્યું હતું જેથી અબ્બાસઅલીએ “તું મારી રીક્ષામાં કેમ બેઠો છે અને શું કરે છે” તેમ પૂછતાં તે અપશબ્દો બોલીને ઝઘડો કરવા લાગ્યો હતો આ દરમિયાન અખ્તરઅલી ત્યાં આવી જતાં તેણે આ ઇસમને રીક્ષામાં બેસવાનું કારણ પૂછતાં તેની સાથે પણ આસીફ ઉર્ફે બોબડો અપશબ્દો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇ કાચની બોટલથી માથાનાં પાછળના ડાબી બાજુએ તથા ડાબી આંખની નીચે મારી ઇજા પહોંચાડી દેતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન લોકો નજીક ન આવે તે માટે આસીફ ઉર્ફે બોબડાએ તૂટેલી કાચની બોટલ આગળ ધરીને “કોઈ મારી પાસે આવતા નહીં” તેમ જણાવી અખ્તર અલીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. આ દરમિયાન ઇજાગ્રસ્ત અખ્તરઅલી ને તેના ભાઇએ રીક્ષામાં બેસાડી જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં લઇ ગયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ડભોઇવાલા સર્જીકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર દરમિયાન સમગ્ર મામલે આસીફ ઉર્ફે બોબડો ઇકબાલ શેખ વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

Most Popular

To Top