Vadodara

પાણીગેટ વિસ્તારમાં ગરીબોના અનાજમાં અપાતી મીઠાની બોરીઓ રસ્તે રઝળતી જોવા મળી



રાજ્ય સરકાર દ્વારા ગરીબોને અપાતું અનાજ ઘણી વખત સસ્તા અનાજના દુકાનધારકો દ્વારા સગેવગે કરવામાં આવે છે. ગરીબોને તેનું વિતરણ ન કરી ગોડાઉનમાં સ્ટોર કરી રાખી ગરીબોને વિતરણ કરાતું નથી. અનાજ ખરાબ થઈ જાય એને બગાડ કહેવાય પરંતુ ગરીબોના વ્યંજનમાં સ્વાદ ઉમેરતા સસ્તા મીઠાની થેલીઓ પાણીગેટ વિસ્તારમાં રઝડતી દેખાઈ રહી હતી. તે બેદરકારી કહેવાય.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબોને અપાતા મીઠાનો પણ સમાવેશ થાય છે. ત્યારે પાણીગેટ વિસ્તારમાં ગુજરાત સરકાર અન્ન નાગરિક પુરવઠા અને નાગરિક ગ્રાહકોની બાબતોનો વિભાગ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર મારફત વિતરણ લખેલી મીઠાની બોરીઓ રસ્તે રઝડતી મળી આવી. હતી.
આ બોરીઓમાં એક કિલોગ્રામના વજનની લગભગ 25 થેલીઓ એક બોરી દીઠ હતી. મીઠું એક એવો પદાર્થ છે કે વર્ષો વર્ષ સુધી બગડે નહીં ત્યારે આજ મીઠાની બોરીઓ કોના દ્વારા મૂકવામાં આવી તે તપાસનો વિષય બન્યો હતો.
ત્યારે આની જાણ પુરવઠા વિભાગને થતા પુરવઠા ઇન્સ્પેક્ટર ની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને ગરીબોને અપાતું સરકારી મીઠું ભરેલી બોરીઓ ક્યાંથી આવી, કોણ મૂકી ગયું, તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પુરવઠા વિભાગના અધિકારીઓ થકી મીઠાની થેલીઓ જે રોડ પર પડી હતી તેને જપ્ત કરી આસપાસના વિસ્તારમાં જેટલી પણ સરકારી અનાજની દુકાનો છે ત્યાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગેરરીતી આચરાય છે તે જગ જાહેર છે. અનેક કિસ્સાઓ એવા બહાર આવ્યા છે કે ગરીબોને મળતા અનાજ સસ્તા અનાજની દુકાન ધારકો દ્વારા સગે વગે કરી દેવાનું છે અને ગરીબો ને મફત મળતુ અનાજ ગરીબો સુધી પહોંચતું નથી. કેટલાય સસ્તા અનાજની દુકાન વાળા પર કાર્યવાહી કરવામાં આવી હોય પરંતુ તેઓનું લાયસન્સ રદ થયું હોય એવું ક્યાંક જ બન્યું છે. ત્યારે આ બહુ ગંભીર વાત છે કે સસ્તા અનાજની દુકાનમાં મળનારું ગરીબો માટેનું મીઠું રોડ પર રઝડતું જોવા મળ્યું છે અધિકારીઓએ આવી આસપાસની દુકાનોમાં પૂછપરછ કરી તો ખરી પરંતુ એવું માનવામાં આવે છે મીઠાની સાથે સાથે અનાજ પણ સસ્તા અનાજની દુકાન ધારકોએ સગે વગે કરવામાં આવ્યું હોય અને તેઓના વિકલ્પમાંથી આ બોરિયો નીચે પડી ગઈ હોય. જો હકીકતમાં અધિકારીઓ ઈમાનદારીથી તપાસ કરે તો જે દુકાનમાં જ્યાનો માલ ફાળવેલો હોય તે દુકાન આ મીઠાની બોરીઓ પરથી ખબર પડી જાય અને તાત્કાલિક ધોરણે તે દુકાનદારકનું લાઇસન્સ રદ કરી ગુનો નોંધી તેઓને સજા થઈ શકે એમ છે. પરંતુ અધિકારીઓ પણ આ બધી વાતે મળેલા હોય આ વાતને ભુલાઈ દેવામાં આવશે અને એકવાર આવી કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ દેખાડાપૂર્તિ કાર્યવાહી કરી કેસને બંધ કરી દેવામાં આવે છે એવું જ કંઈક આ કિસ્સામાં પણ થાય તો નવાઈ નહીં.

Most Popular

To Top