પીઆઇ એચ એમ વ્યાસ, ડી એલ ગમારા તથા કે કે જાદવની કામગીરીને બિરદાવાઇ
ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારો પ્રભાવિત થયા હતા. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે પોલીસ, ફાયર બ્રિગેડ તથા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળ પર ખસેડ્યા હતા. ત્યારે અધિકારી હોવા છતા પાણીગેટ, માંજલપુર તથા કપુરાઇ પોલીસ સ્ટેશનના પીઆઇએ જાતે સ્થળ પર ઉભા રહીને કામગીરી કરવા સાથે ભોજન પણ પુરુ પાડ્યું હતું.
વડોદરા શહેરમાં બુધવારના રોજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 12 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જાહેર રોડ પર પાણીમાં વાહન બંધ પડી જવાના કારણે ચાલકો સ્થળ પર વાહન મુકીને ઘરે જતા રહ્યા હતા. જેના વાહનોને પણ નુક્સાન પહોંચ્યું છે. બીજા તરફી ઘણા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના રોડ પર તથા ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાના કારણે લોકો ત્યાં ફસાઇ ગયા હતા. ત્યારે પોલીસ, ફાયર બ્રિગેડ તથા એનડીઆરએફની ટીમ દ્વારા આવા લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પીઆઇ એચ એમ વ્યાસ તથા માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી એલ ગમારા સહિતની ટીમે પાણીમાં ફસાઇ ગયેલા લોકોના રેસ્ક્યુ કરીને તેમેને સલામત સ્થળ પર ખસેડ્યા હતા. ત્યારે આવા ઘણા પોલીસ અધિકારીઓ પણ અલગ અલગ વિસ્તારમાં ખાખી ગર્ભ અભાવે તેવી કામગીરી કરાઇ છે. ત્યારે પાણી ઘરમાં ઘુસી જવાના કારણે સલામત સ્થળ પર ખસેડેલા લોકોને કપુરાઇ પોસ્ટેના પીઆઇ કે કે જાવદ સહિતના કર્મચારીઓ જમણવાર પણ પુરુ પાડ્યું હતું. વરસાદે શહેરને ધમરોળ્યું હોય પણ પોલીસે પોતાની ફરજ નિભાવવા સાથે સૌની દિલ જીતે તેવી કામગીરી કરી હતી. જેથી લોકો પોલીસની કામગીરીને વખાણી હતી.