Vadodara

પાણીગેટ પાસે ગણેશ આગમન યાત્રા પર ઈંડા ફેંકાયા

વડોદરા શહેરની શાંતિને પલીતો ચાપવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ

*શહેરના ઇલેક્શન વોર્ડ નં 17મા નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમનયાત્રા સમયે પ્રતિમા પર પાણીગેટ પાસે અસામાજિક તત્વો દ્વારા ઇંડા ફેંકવામાં આવ્યા!*

*પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા નગરસેવકો પણ ઘટનાને પગલે દોડી આવ્યા, તપાસ હાથ ધરી*

વડોદરા: શહેરના વોર્ડ નં 17 વિસ્તારમાં આવેલા નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમનયાત્રા સમયે પાણીગેટ વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાને પગલે મ્યુનિસિપલ કાઉન્સિલરો,પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ વણસે તે પહેલાં જ એક્શન લેવાયા હતા.

શહેરમાં શ્રીજીની સ્થાપનાને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે શહેરમાં ઠેરઠેર શ્રીજીની આગમનયાત્રા યોજવામાં આવી રહી છે. સોમવારે રાત્રે ત્રણ વાગ્યે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમનયાત્રા પાણીગેટ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા શહેરની શાંતિ ને પલિતો ચાંપવાના ભાગરૂપે શ્રીજીની આગમનયાત્રા સમયે પ્રતિમા પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને પગલે ગણેશ મંડળોમાં આક્રોશ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ દોડી આવ્યા હતા જો કે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યાં હતાં.


*આ ઘટનાને કદાપિ સાંખી ન લેવાય,આ ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે*

ગત રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ નિર્મલ પાર્ક યુવક મંડળના શ્રીજીની આગમનયાત્રા સમયે જે રીતે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ઇંડા ફેંકવામાં આવ્યા છે આવી ઘટનાને કદાપિ સાંખી ન લેવાય,પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સમગ્ર પરિસ્થિતિ સંભાળી લીધો છે આ ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ છે.

*શૈલેષ પાટીલ -મ્યુનિસિપલ કાઉન્સિલર, વોર્ડ નં 17*

Most Popular

To Top