પાકિસ્તાનના ઝંડા સળગાવી વિરોધ પ્રદર્શન, પાકિસ્તાન મુર્દાબાદના લાગ્યા નારા
વડોદરા: આજે એશિયા કપ ક્રિકેટ મેચ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. બીસીસીઆઇ દ્વારા ભારતના દુશ્મન અને પહેલગામ આતંકી ઘટના બાદ ઓપરેશન સિંદુર બાદ આ રીતે ક્રિકેટ મેચ યોજી દેશની જનતાની લાગણીઓ સાથે રમત રમી રહ્યા હોવાના મામલે વડોદરા શહેર શિવસેના દ્વારા મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે પાકિસ્તાનના ઝંડા ફૂંકી પાકિસ્તાન મુર્દાબાદ ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગત તા.22 એપ્રિલ ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે કાયર આતંકવાદીઓ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાંથી પરિવાર સાથે આવેલા સહેલાણી પુરુષોને નિશાન બનાવી ધર્મ પૂછીને ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યા હતા. જેમાં 28 લોકોના મોત નિપજ્યા હતા.જે તે સમયે દેશ દુનિયામાં આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી ત્યારબાદ ઓપરેશન સિંદુર સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી.સરકારે એક તરફ પાકિસસ્તાન સાથેના તમામ રાજદ્વારી, વેપારિક, આર્થિક, વાણિજ્યિક સંબંધો તોડી નાખ્યાં હતાં પરંતુ બીજી તરફ બીસીસીઆઇના હોદેદારો દ્વારા એશિયાકપપમા જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાડવાની મંજૂરી સાથે આયોજન કરવામાં આવ્યું છે. આજે મેચ થવાની છે. ત્યારે વડોદરા શહેર શિવસેના દ્વારા પાકિસ્તાનના ઝંડા સળગાવી , પાકિસ્તાન મુર્દાબાદ,જય શાહ મુર્દાબાદ ના નારા સાથે ક્રિકેટ મેચ નો બોયકોટ કરવા સાથે મેચ રદ્ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
શિવસેના ના આગેવાનોએ આ મેચના વિરોધ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન ખૂન અને પાણી એક સાથે નહીં ની વાતો કરી હતી. ત્યારે આ પહેલગામ હૂમલાના મૃતકોની મહિલાઓનું અપમાન, દેશના લોકોની લાગણીઓનુ અપમાન ગણાવ્યું હતું. આ મેચને નહીં જોવા તથા પ્રધાનમંત્રી દરમિયાનગીરી કરી મેચને રોકે તેવી માંગ કરી છે.