યુદ્ધ વિરામ જાહેર થયાના થોડા કલાકોમાં જ પાકિસ્તાને સમજૂતીનો ભંગ કર્યો હોવાનું ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ રાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
મિસરીએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાની ડીજીએમઓ વચ્ચે થોડા દિવસથી ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી રોકવા સમજૂતી થઈ હતી. છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન તરફથી આ સમજુતીનું ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે અને આ સીમા અતિક્રમણને ખાળી રહી છે. આ અતિક્રમણ અત્યંત નિંદનીય છે અને તેના માટે પાકિસ્તાન જવાબદાર છે