પાકિસ્તાને ભારતના 3 એર બેઝ પર હુમલો કર્યો હોવાનો કતારની ન્યૂઝ સાઇટ અલ ઝઝીરાએ પાકિસ્તાનના મીલીટરી સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આ હુમલો ભારતે તેના સૈન્ય ઠેકાણાઓ પર હવામાંથી જમીન પર વાર કરતા મિસાઈલથી કરેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. શનિવારની સવારની નમાઝ બાદ પાકિસ્તાને હુમલો કર્યો હતો. પાકિસ્તાને તેના આ હુમલાને ઓપરેશન બનિયન મારસૂસ નામ આપ્યું છે. પાકિસ્તાનના દાવા મુજબ તેણે બિયાસમાં બ્રહ્મોસ મિસાઈલના ભંડાર અને પઠાણકોટ તેમજ ઉધમપુરના એર બેઝ પર ફતેહ મિસાઈલથી હુમલો કર્યો છે.
એ એન આઈના રિપોર્ટ અનુસાર સવારે ઉધમપુરમાં ધડાકા સંભળાયા હતા અને સાયરન ગરજી ઉઠી હતી.