અગિયાર દિવસ પહેલા હાંસોટ ખાતે ભાઈને મળવા આવેલી મહિલાને અટારી બોર્ડર થઈ પાકિસ્તાન રવાના કરાઈ
ભરૂચ,તા.25
હાલમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકીનાં રક્તરંજિત હુમલાથી કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો છે.આ નિર્ણય પગલે ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને પરત મોકલવાનો પ્રથમ કિસ્સો ભરૂચ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે.
રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લા પોલીસ વડાને પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા સૂચના આપી દીધી હતી.ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સુચનાથી સ્થાનિક પોલીસે હાંસોટમાંથી એક પાકિસ્તાની મહિલાને પરત પાકિસ્તાન રવાના કરી હતી.
પાકિસ્તાની મહિલા શાહીદા બીબી ગત તા-14મી એપ્રિલે હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના ભાઈને મળવા આવી હતી.અને તા-26મી જૂન સુધી હાંસોટ રોકાવાના હતા. જોકે, સરકારના નવા નિર્ણયના કારણે તેમને અટારી બોર્ડર થઈને પાકિસ્તાન મોકલી આપ્યા છે.
હાંસોટ પોલીસ વિભાગના PI કે.વી.લાકોડે સ્વીકાર કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે શાહીદા બીબીને નિર્ધારિત સમય કરતા વહેલા પાકિસ્તાન મોકલી આપવામાં આવ્યા છે…