મ.સ. યુનિ ના પ્રોફેસર ઉમેશ ડાંગરવાલાને મિત્રતા ભારે પડી : સાત વર્ષ બાદ કોર્ટે હુકમ કર્યો
મ.સ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ઉમેશ ડાંગરવાલાએ મૂડ ભરૂચ ના જુના મિત્ર અને હાલ નિઝામપુરા વિસ્તારમાં રહેતા તેમના મિત્રને નાણાંની જરૂરિયાત ઊભી થતા તેઓએ મિત્રતાના નાતે પાંચ લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા અને જણાવ્યું હતું કે કન્સ્ટ્રકશન ના બિલ મંજૂર થયા બાદ તેઓ નાણા ચૂકવી દેશે પરંતુ હજી સુધી તેઓએ નાણાં પરત ન આપ્યા હોવાથી આખરે ઉમેશ ડાંગરવાલાએ વડોદરા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતોં. આજે વડોદરા કોર્ટે આ બાબતે ચુકાદો આપ્યો હતો જેમાં એક વર્ષની સજા અને પાંચ લાખ પેટે 8% વ્યાજ સાથે નાણા ચૂકવવા માટેનો હુકમ કર્યો હતો.
ગત વર્ષ ૨૦૧૮માં નિઝામપુરા વિસ્તારમાં રહેતા મેસર્સ ગોપીનાથ કન્સ્ટ્રકશનના ઘનશ્યામ અને ગોપીનાથ પંડ્યાને મિત્રતાને નાતે પાંચ લાખ આપ્યા હતા. બાદમાં અત્યાર સુધી નાણા ન ચુકવતા મ.સ. યુનિ ના પ્રોફેસરે વડોદરા કોર્ટમાં કેસ કર્યો હતો. જેનો ગત નારોજ કોર્ટે હુકમ કર્યો હતો કે આરોપીઓને એક વર્ષની સજા , દસ હજાર દંડ અને પાંચ લાખ રૂપિયા ૮ ટકાના વ્યાજે ૧૫ દિવસમાં ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.