સતત 15 દિવસ ચાલનારી ઝુંબેશમાં 151 સંસ્થાઓ અને 15000 નાગરિકો પણ ભાગ લેશે
વડોદરા: આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાની ઉપસ્થિતિમાં તમામ ઝોન ના આસી.મ્યુનિ.કમિશ્નર, તમામ વોર્ડ ઓફિસર તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત ૨.૦ સંદર્ભે આગામી તા.૧-૬-૨૦૨૪ થી તા.૧૫-૬-૨૦૨૪ દરમિયાન વિવિધ વિસ્તારોમાં યોજાનાર સ્વચ્છતા અભિયણ સંદર્ભે બેઠકનું આયોજન થયું હતું.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી જણાવે છે કે આગામી તા.૧-૬-૨૦૨૪ થી તા.૧૫-૬-૨૦૨૪ દરમિયાન નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ આપણું કલા અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા, વડોદરા શહેરની હેપ્પી અને હેલ્ધીબનાવવાના ઉદેશ્યથી સતત ૧૫ દિવસ સુધી રોજ વડોદરા શહેરના અંદાજીત ૫૫૮ સ્થળો ઉપર વડોદરા મહાનગરપાલિકા તથા અન્ય ૧૫૧ સેવાભાવી સંસ્થાઓ સાથે મળી અંદાજિત ૧૫૦૦૦ જેટલા નાગરિકો સાથે મળી એક સાથે આયોજિત થનાર વિવિધ સ્વચ્છતાના ઝૂમબેશમાં વધુમાં વધુ નાગરિકો ભાગલે અને સફાઈ ને સ્વભાવ બનાવે તેવી માન. અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી હતી. NGO વધુમાં વધુ નાગરિકોને સભ્યો બનાવે અને આ સફાઈ ઝૂમબેશમાં જોડે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.
વધુમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી ડૉ. શીતલભાઈ મિસ્ત્રી જણાવે છે કે આગામી તા.૧-૬-૨૦૨૪ થી તા.૧૫-૬-૨૦૨૪ દરમિયાન આયોજિત થનાર સફાઈ ઝુંબેશમાં રોજે રોજ વડોદરા શહેરના વિવિધ સ્થળો જેવા કે શહેરના તમામ ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઈમારતો, પુરાતત્વીય સ્થળોની સફાઈતમામ એન્ટ્રી પોઈન્ટ, તમામ ફ્લાય ઓવર, અંડર બ્રિજ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ, રિક્ષા/ટેક્સી સ્ટેન્ડ, તમામ જાહેર માર્ગો, મુખ્ય માર્ગો, તમામ મોલ, માર્કેટ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાન અને 100 મીટરની અંદર સૂકા અને ભીના કચરા માટે ડસ્ટબીનનું ઈન્સ્ટોલેશન. તમામ મહાપુરુષોની પ્રતિમાઓ, બગીચાઓ, ઉદ્યાનો, સરકારી રહેણાંક વસાહતોની સફાઈ.
તમામ જાહેર અને સામુદાયિક શૌચાલયો, ખુલ્લા પ્લોટ, મેદાન, સોસાયટીના કોમન પ્લોટ, તમામ સરકારી કચેરીઓની સાફ સફાઇ, રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજીની કામગીરી.નદી, તળાવો, પાણીના સ્ત્રોતોની સફાઈ, પીવાની પાણીની કાંસાની ઓવરહેડ ટાંકીઓ, ફિલ્ટરેશન પ્લાન્ટ વિગેરેની સફાઈ. શહેરની શાક-માર્કેટ, એપીએમસી, બગીચાઓ અને ભીના કચરા કંપોસ્ટીંગ ફેસીલીટીની સઘન સફાઈ ઝુંબેશ ઉપર પણ ભાર આપવામાં આવશે.
“વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવાના ખાસ પ્રયત્નો કરવા આવશે.એસ્પિરેશનલ પબ્લિક ટોયલેટનું લોકાર્પણ જેવા વિવિધ કાર્યક્રમો આગામી ૧૫ દિવસ સુધી આયોજિત થનાર હોય જેતે વિસ્તારના ધારાસભ્ય તથા મ્યુનિ.કાઉન્સિલર પણ ઉપસ્થિત રહેનાર હોય વડોદરા શહેરના નાગરિકોને હું અપીલ કરું છું કે આ સફાઈ ઝમબેશમાં વધુમાં વધુ નાગરિકો જોડાય અને આને જન આંદોલનમાં પરિવર્તિત કરે એવી મારી લાગણી છે.