ભરૂચમા પાકિસ્તાની મહિલાને પરત મોકલી,અન્ય 6 લોકોની પરત ફરવાની પ્રક્રિયા ચાલુ છે
ભરૂચ જીલ્લામાં લાંબા ગાળા માટે 15 પાકિસ્તાની છે.સરકારની સુચના આધારે આગળની કાર્યવાહી કરાશે:-ભરૂચ SP
કેન્દ્ર સરકારે 27 એપ્રિલથી અમલમાં આવતા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો, અને મેડિકલ વિઝા ફક્ત 29 એપ્રિલ સુધી માન્ય રહેશે:- ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી
ભરૂચ,તા.26
પહેલગામ રક્તરંજિત હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરીકોને પરત મોકલવાની કવાયત હાથ ધરી છે.ગુજરાતમાંથી ભરૂચ જિલ્લાના હાંસોટ ગામે ભાઈને મળવા આવેલી મહિલાને પરત પાકિસ્તાન મોકલી આપી છે.ગૃહ વિભાગ આ વખતે ભરૂચ સહીત વડોદરા,અમદાવાદ અને ગુજરાતના તમામ જીલ્લામાં બારીકાઇ નજર રાખી રહ્યા છે.ભરૂચ જીલ્લામાં લાંબા ગાળા માટે 15 પાકિસ્તાની છે.સરકારની સુચના આધારે આગળની કાર્યવાહી કરનાર હોવાનું ભરૂચના SP મયુર ચાવડાએ જણાવ્યું હતું.
કાશ્મીરમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોના તમામ વિઝા રદ્દ કરવા વિદેશ મંત્રાલયએ નિર્ણય લીધો છે.જેમાં ગુજરાતમાં આવેલા ભરૂચ જિલ્લા સહીત અન્ય સાત પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન પરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “ભારત સરકારની માર્ગદર્શિકા પર કાર્ય કરીને, અમે સાત પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરી છે જેઓ ટૂંકા ગાળાના વિઝા (STV) પર ગુજરાતમાં છે. અમે તેમને તેમના દેશમાં પાછા મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. શુક્રવારે,હાંસોટ ખાતે મહિલાને ગુજરાતમાંથી પાકિસ્તાન મોકલવામાં આવી હતી અને અમને જાણવા મળ્યું છે કે તે તેના દેશમાં પહોંચી ગઈ છે. અમે આગામી થોડા દિવસોમાં બાકીના લોકોને પાકિસ્તાન મોકલવાના પ્રયાસો કરી રહ્યા છીએ.કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ, કેન્દ્ર સરકારે તા.27મી એપ્રિલથી પાકિસ્તાનીઓને આપવામાં આવેલા તમામ વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો અને મેડિકલ વિઝા ફક્ત તા.29મી એપ્રિલ સુધી માન્ય રહેશે.
સુત્રોએ જણાવ્યું હતું કે રાજ્યના ગૃહ વિભાગે વિઝા પર ગુજરાત આવેલા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે, અને ભરૂચ, વડોદરા,અમદાવાદ અને અન્ય જિલ્લાઓના પુરુષો અને સ્ત્રીઓ સહિત સાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.આ દરેક જિલ્લાની સ્થાનિક પોલીસને દેશનિકાલ પ્રક્રિયા શરૂ કરવા માટે તેમનો સંપર્ક કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે