ગત તા 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમા સહેલાણીઓ ઉપર કાયર આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી હતી જેમાં 28 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેના કારણે દેશ વિદેશમાં આતંકવાદી હરકતની સખત શબ્દોમાં નિંદા કરી સખત કાર્યવાહી ની માંગ કરવામાં આવી રહી છે સાથે જ આતંકવાદીઓ અને તેના સ્લીપ સેલની તપાસ સાથે જ દેશમાંથી પાકિસ્તાનીઓને દેશ છોડી જવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ પોલીસ કમિશનર દ્વારા પોલીસને એલર્ટ રહેવા સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં સાથે શહેરમાં ચાંપતી નજર સાથે પોલીસની તમામ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે ત્યારે ડીસીપી ઝોન -2 અભય સોની દ્વારા ઝોન -2 વિસ્તારમાં આવેલા રાવપુરા, અટલાદરા, નવાપુરા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સાથે જ ડીસીપી ઝોન -2 દ્વારા લોકોને અફવાઓથી બચવા, અફવાઓ ન ફેલાવવા સૂચના આપવામાં આવી હતી.
