Vadodara

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે વિવિધ ખાસ ટ્રેનોની ટ્રીપ લંબાવી

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ઓછો કરવા માટે, પશ્ચિમ રેલ્વેએ વિવિધ ખાસ ટ્રેનોની ટ્રીપ લંબાવી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જણાવ્યા અનુસાર, ટ્રેન નં. 09049/50 દાદર – ભુસાવલ સાપ્તાહિક સ્પેશિયલ, ટ્રેન નં. 09049 દાદર – ભુસાવલ સ્પેશિયલ 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09050 ભુસાવલ – દાદર સ્પેશિયલ 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં. 09051/52 દાદર – ભુસાવલ ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નં. 09051 દાદર – ભુસાવલ સ્પેશિયલ 29 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09052 ભુસાવલ – દાદર સ્પેશિયલ 29 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં. 09057/58 સુરત – મેંગલુરુ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નં. 09057 સુરત – મેંગલુરુ સ્પેશિયલ 31 મે સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં.09058 મેંગલુરુ – સુરત સ્પેશિયલ 1 જૂન સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં.09111 /0912 વડોદરા – ગોરખપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નં. 09111 વડોદરા – ગોરખપુર સ્પેશિયલ 27 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 0912 ગોરખપુર – વડોદરા સ્પેશિયલ 29 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં.09195 /09196 વડોદરા – માઉ સાપ્તાહિક સ્પેશિયલ, ટ્રેન નં. 09195 વડોદરા – માઉ સ્પેશિયલ 25 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09196 માઉ – વડોદરા સ્પેશિયલ 26 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં.09424 /09423 અમદાવાદ – મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ, ટ્રેન નં. 09424 અમદાવાદ – મેંગલુરુ સ્પેશિયલ 29 મે સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં.09423 માઉ – વડોદરા સ્પેશિયલ 30 મે સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં. 09324/09323 ઇન્દોર – ખડકી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નં.09324 ઇન્દોર – ખડકી સ્પેશિયલ 29 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નં. 09323 ખડકી – ઇન્દોર સ્પેશિયલ 30 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં. 09424 માર્ચ 26ના રોજ ખુલશે. જ્યારે, ટ્રેન નંબર 09049, 09051, 09057, 09111, 09195 અને 09324 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 27 માર્ચથી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.

Most Popular

To Top