ઓલ્ડ પાદરા રોડ ખાતે ધરણા, ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
વડોદરામાં આજ રોજ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઓલ્ડ પાદરા રોડ ખાતે ધરણા યોજાયા હતા. ધરણા બાદ વડોદરા નવી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હાથમાં બેનર પોસ્ટર લઈ “હિન્દુઓ પર અત્યાચાર નહિ ચલેગા” જેવા સૂત્રોચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને સુરક્ષા આપવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે પોતાના વિરોધ પ્રગટાવ્યો હતો.