શહેરના ગોલ્ડન ચોકડી પાસે શ્રદ્ધા હોટલમાં પરિણીત મહિલા પર ચપ્પુ બતાવી બે વાર દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી પાડી રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરાતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા*
વડોદરા: શહેરના વાડી વિસ્તારમાં રહેતી આશરે 27 વર્ષીય પરિણીત મહિલાને આજવારોડ ખાતે એમ ડી ફિટનેસ જીમના સંચાલક કે જે સાનિધ્ય ટાઉનશિપમાં રહેતા સાગર અરૂણભાઇ મકવાણા નામના 30 વર્ષીય પરણિત જીમ સંચાલક સાથે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ)ના માધ્યમથી એક અઠવાડિયા પહેલાં પરિચય થયો હતો. જેમાં પરણિત મહિલાનો વિશ્વાસ કેળવી સાગર મકવાણાએ તેનો મોબાઈલ નંબર મેળવી મહિલા ને હરણી તળાવ પાસે મળવા બોલાવ્યા બાદ તેને મોપેડ પર બેસાડી ગોલ્ડન ચોકડી પાસે આવેલી શ્રદ્ધા હોટલના રૂમ નં.202 માં લઇ જઇ ચાકુ બતાવી બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ તા.04-06-2025 ના રોજ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં પોલીસે સાગર મકવાણાની ધરપકડ કરી છે જે સંદર્ભે એસીપી જી.બી.બાભણીયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે,આરોપીને રિમાન્ડ માટે આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. તથા આરોપીનું મેડિકલ કરાવાયું છે સાથે જ બનાવ વખતે પહેરેલા કપડા પણ કબજે લેવાયા છે.પોલીસ દ્વારા શ્રદ્ધા હોટલના સીસીટીવી ફૂટેજ તેમજ રજીસ્ટર ની તપાસ કરશે સાથે જ આરોપીની કાર ની તપાસ સાથે જ અગાઉ આરોપીનો કોઇ ગુનાહિત ઇતિહાસ કે કોઈ ફરિયાદ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. હરણી પોલીસે આરોપી સાગર મકવાણાને શુક્રવારે બપોરે દિવાળીપુરા ન્યાયાલય ખાતે રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં 16 મા જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.