Vadodara

પરિણીતા પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરી,વહેમ રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ

પત્ની પર વહેમ રાખી પતિએ પત્નીના મોપેડ માં જી.પી.એસ.સિસ્ટમ લગાડી લોકેશન ટ્રેસ કરતો

પરિણીતાને સાસરિયા તેના બે બાળકો સાથે વાત પણ કરવા નથી દેતા

(પ્રતિનિધિ) વડોદરા તા. 11

શહેરના સમા વિસ્તારમાં પોતાના પિતાના મકાનમાં રહેતી યુવતીના લગ્ન મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં થયા હતા જ્યાં લગ્ન બાદ પરિણીતા સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી તેની પાસેથી રૂપિયાની માંગણી કરી સાસરિયાં દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા જ્યારે પતિ શંકાશીલ સ્વભાવનો હોય પરિણીતાના મોપેડ ગાડીમાં જી.પી.એસ.સિસ્ટમ લગાવી લોકેશન ટ્રેસ કરતો.છતા પરિણીતા ઘરસંસાર બચાવવા બધું સહન કરતી હતી પરંતુ સાસરિયાઓ બે સંતાનોની માતાને ત્રાસ આપી કાઢી મૂકી હતી અને બાળકો સાથે વાતચીત પણ કરવા દેતાં ન હોય સમગ્ર મામલે પરિણીતાએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ન્યૂ સમા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી ચોકડી નજીક મંગલ દર્શન સોસાયટીમાં હિરલબેન રીકેનભાઇ પટેલ પોતાના પિતાના મકાનમાં રહે છે અને એસ.એસ.જી.હોસ્પિટલમા નર્સ તરીકે ફરજ બજાવે છે તેમના લગ્ન વર્ષ 2007મા મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાઘવના મુવાડા ગામે રહેતા રીકીન પટેલ સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા રિકીન એમ.બી.એ.ઇન હેલ્થમા અભ્યાસ કરતો હતો.લગ્નના ત્રણ માસ બાદ પતિ, સાસુ અને સસરા નાની નાની બાબતોમાં ઝઘડો કરતા અને રૂપિયાની માંગણી કરતા હતા છતાં ઘરસંસાર ન બગડે માટે પરિણીતા બધું સહન કરી રહેતી હતી.
લગ્નજીવન દરમિયાન તેમણે એક દીકરી અને દીકરાને જન્મ આપ્યો હતો તેઓને વર્ષ 2008મા ભીલાડ ખાતે સ્ટાફ નર્સ તરીકે સરકારી નોકરી મળી હતી તે દરમિયાન પતિ અને સાસુ સસરા પરણિતા પાસે પગારના નાણાં માગી ઝઘડો કરતા પરિણીતા મોટી દીકરી ના સમયે પ્રેગનન્ટ હતા તે દરમિયાન રજા પર હોવા છતાં પૈસાની માગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસુ સસરા ની ચઢામણીથી પતિ મારઝૂડ પણ કરતો. દીકરીના જન્મ બાદ જીયાણામા રૂ.એક લાખ પતિના ખાતામાં જમા કરાવ્યા હતા તથા દીકરી માટે સોનાની બુટ્ટી,તેમજ પાંચ તોલાના પાટલા આપવા છતાં જીયાણા માટે મેણાં ટોણાં મારી પરેશાન કરતા સાથે જ પતિ દારુ પી હેરાન કરતો તથા પત્ની પર વહેમમાં મોપેડ ગાડીમાં જીપીએસ સિસ્ટમ લગાવી લોકેશન ટ્રેસ કરી મારતો હોવાના આક્ષેપ પરિણીતાએ કર્યા હતા પરિણીતા ની નોકરી ભીલાડ, હતી છતાં તે ગોધરા સાસુ સસરાના ઘરેથી અપડાઉન કરતી તે સમયે વહેલું મોડું થાય તો શંકા કરી ત્રાસ આપતા નોકરીની વરધી માટે ફોન આવે તો પણ શંકા કુશંકા કરી ત્રાસ ગુજારતા સાથે જ પતિના બીજી સ્ત્રીઓ સાથે લગ્નબાહ્ય સંબંધો હોય મોબાઇલમાં અલગ અલગ નામથી નંબર સેવ કરી ચેટ કરતો.
પત્નીનુ એટીએમ કાર્ડ પણ પોતાની પાસે જ રાખતો.પતિ રીકેનના નામે શહેરના સંગમ ચોકડી પાસે એક દુકાન છે જેના હપ્તા રૂ1.40લાખ પરિણીતા ભરતી ત્યારબાદ વર્ષ 2024મા કારેલીબાગ ખાતે રહેતા હતા તે દરમિયાન પરિણીતાએ પૈસા ન આપતા પતિએ ઝઘડો કરી “રહેવું હોય તો પૈસા તો આપવા પડશે નહિતર છૂટાછેડા આપી દે” તેમ જણાવી અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ કર્યા હતા આથી વર્ષ 2824મા સાસરીમાં મંદિર નજીક સમાજના આગેવાનોની બેઠકમાં કેટલાક દાગીના પરત આપી દીધા હતા પરંતુ માનસિક રીતે પ્રતાડિત કરતા. અને ત્યારબાદ પણ પરિણીતાને ઘરમાં રહેવા દેતા ન હોય તથા 16 વર્ષની દીકરી તથા 9 વર્ષના પુત્ર સાથે વાતચીત પણ કરવા દેતાં ન હોય પરિણીતાએ પતિ રિકેન પટેલ સસરા રમેશચંદ્ર પટેલ તથા સાસુ પ્રેમીલાબેન પટેલ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top