Vadodara

પરિણીતા પાસેથી દુબઇ જવા પતિએ રૂપિયાની માગણી કરી સાસરિયાઓએ ત્રાસ આપતા ફરિયાદ..

પરિણીતા પાસેથી દુબઇ જવા પતિએ રૂપિયાની માગણી કરી સાસરિયાઓએ ત્રાસ આપતા ફરિયાદ

નવોઢાના દાગીના પણ સાસુએ મૂકાવી લીધા હતા અને વારંવાર ઝઘડા, શક કરી હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો

પતિને દારૂ અને માવાની લત છોડવા કહેતાં મારઝૂડ કરતો, પરિણીતા નોકરી પર જાય ત્યારે પીછો કરી વહેમ રાખી ઝઘડો કરતા..

પરિણીતા પાસેથી દુબઇ જવા માટે પતિ સહિત સાસરિયા દ્વારા રૂપિયા બે લાખની માગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતાં પરિણીતા દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરાઇ

શહેરના બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલા રંગવાટિકા પાસેના વુડાના મકાનમાં રહેતા નિલમબેન પ્રતિકભાઇ શિંદે ની ફરિયાદ મુજબ તેઓના 21-02-2022ના રોજ લગ્ન બાદ ભાયલી સાસરીમાં રહેવા ગઇ હતી જ્યાં લગ્નના ત્રીજા જ દિવસે સાસુએ નવોઢાના કરિયાવર તથા ભેટસોગાદમા આવેલા દાગીના સાસુએ લ ઇ લીધા હતા જેમાં તેના પતિ પ્રતિકે દબાણ કર્યું હતું નવોઢાના આક્ષેપ મુજબ પહેરવા દાગીના માંગતા પતિ તથા સાસુએ દાગીના આપેલ નહીં જેથી ઝઘડો થતા પરિણીતા પિયરમાં આવી ગયેલ જ્યાં બિમાર પણ પડેલ ત્યારબાદ હોળીનો તહેવાર હોય સાસરિયાઓએ તેડવા આવતા સમાધાન કરી પરિણીતા સાસરે ગ ઇ હતી જ્યાં પતિને ઇન ઓર્બિટ મોલમાં નોકરી મળી હતી જ્યારે પરિણીતા પણ ડિજિટલ માર્કેટિંગ માં નોકરી કરતી ત્યારે સાસુ દ્વારા ઘરકામ કરી પછી નોકરી કરવા જણાવતા પરિણીતા ઘરકામ, રસોઇ કરી નોકરી જતી છતાં સાસુ રસોઇ બનાવતા આવડતી નથી તેમ કહી નાની નાની બાબતે માનસિક ત્રાસ આપતા છતાં પરિણીતા બધું સહન કરતી .બીજી તરફ પતિ દારૂ અને માવો ખાવાની લત ધરાવતા પરિણીતા ના પાડે તો મારઝૂડ કરતો. પરિણીતા નોકરી જાય ત્યારે પતિ પાછળ પાછળ જોબ પર આવી વહેમ રાખી મોબાઇલ ચેક કરતો અને ઝઘડા કરતો. વર્ષ-2023માં પતિએ દુબઇ જવા વિઝા પ્રોસેસ માટે પરિણીતા પાસે બે લાખની માગણી કરી હતી અને જણાવ્યું હતું કે, આમેય દહેજમાં કંઇ આપ્યું નથી જેથી પરિણીતાની વિધવા માતા કે જેઓ ઘરકામ કરી એક પુત્રને ભણાવે છે તેમણે સગાસંબંધીઓ પાસેથી દોઢ લાખ રૂપિયા ઉછીના લાવી જમાઇને આપ્યા હતા ત્યારબાદ પતિ દુબઇ ન જ ઇ પલટી ગયો હતો અને રૂપિયા પણ વાપરી નાંખ્યા હતા. આ બાબતે પરિણીતાએ પૂછતાં દુબઇ જવાનું નથી તેમ કહી ઝઘડો કરતાં પરિણીતા પોતાના પિયર જતી રહી હતી જ્યાં સાસરિયાઓએ આવીને પરિણીતાને સ્ત્રીધન પરત નહીં મળે તારે જે કેસ કરવો હોય તે કર કહી તેડવાની ના પાડી દેતાં પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ દહેજ ના રૂ.2,25,000તેમજ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ બાપોદ પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

Most Popular

To Top