Vadodara

પૂર પહેલા પૂજા, પૂર વખતે સહારો બનતા તરાપાનું પરશુરામ ભઠ્ઠામાં પૂજન !

સામાજિક આગેવાનની હાજરીમાં સ્થાનિકો દ્વારા તરાપાની પૂજા અર્ચના કરી નારિયેળ વધેર્યુ હોય તેવી પ્રથમ ઘટના*


વડોદરા: વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા. જેનો ભય આજે પણ લોકોને સતાવી રહ્યો છે. શહેરમાં ચોમાસું બેસવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના સયાજીગંજ પરશુરામ ના ભઠ્ઠા વિસ્તારના નાગરિકોએ પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરી હતી, કદાચ ગુજરાતમાં આવી પહેલી ઘટના હશે.

ગત વર્ષે વડોદરામાં આવેલા પૂર દરમિયાન સુરક્ષિત બહાર નીકળવા માટે વિસ્તારના લોકો માટે તરાપો જ બચાવનું સાધન હતો, જેથી આ વખતે ના કરે નારાયણ પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થાય તો આ તરાપો નાગરિકોના બચાવ માટેનું સાધન બને તે માટે આજે તરાપાની પૂજા કરી હતી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ગત વર્ષે પૂર દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જરૂરી સહાય મળી ના હતી. ત્યારે તેમને 10થી 12 લોકોને ભરાયેલા પાણી અને મગરોથી સુરક્ષિત બહાર નીકળવા માટે એક માત્ર તરાપો જ સહારો હતો, જેથી સ્થાનિકો દ્વારા આજે તરાપાનું પૂજન કર્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સાફ સફાઈ અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો જે ચોકાવનારી વાત છે.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ પ્રોજેક્ટને લઇને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું રહ્યું છે. આજે પરશુરામ ભઠ્ઠામાં વિસ્તારના સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું છે. આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી આ કાર્ય કરવામાં આવ્યું હતું, સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરેએ જણાવ્યું કે, ગયા વર્ષે પૂરની દુખદ ઘટના ઘટી હતી. જે અમે આજે પણ ભૂલ્યા નથી, વળી તાજેતરમાં અકોટાના ધારાસભ્યે કહ્યું હતું કે, પૂર તો આવવાનું જ છે. જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છીએ. જેથી કરીને વિસ્તારના લોકોને કોઇ તકલીફ ના પડે, અને તેમને મદદ મળી રહે. પાણી ભરાય ત્યારે તરાપાની મદદ મળી રહે તે અમારો ઉદ્દેશ્ય છે. ગત વર્ષે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાલિકા તરફથી કોઇ ખાસ મદદ મળી શકી ન્હતી. જેથી આ વખતે પણ પાલિકા તંત્રની યોગ્ય મદદ ના મળી તો ફરી મુશ્કેલીઓ ના પડે તે માટે સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top