લીમખેડા: પરમારના ખાખરીયા પ્રાથમિક શાળામાં સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના ના હસ્તે નવીન 09 વર્ગખંડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
તાલુકાના અગારા(ઉ) પગાર કેન્દ્રમાં આવેલી પરમારના ખાખરીયા પ્રાથમિક શાળા ખાતે નવીન મંજૂર થયેલા 09 વર્ગખંડનું ખાતમુહૂર્ત દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરનાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકાના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી , જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા ઈજનેર,જુદા-જુદા વિભાગના પદાધિકારી,અધિકારી, BRC.co ઓર્ડીનેટર લીમખેડા અને CRC કો ઓર્ડીનેટર અગારા(ઉ), શાળાનો તમામ સ્ટાફ, વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.