Vadodara

પફ ખાતા પહેલા વિચારજો! : ઈલોરા પાર્ક ખાતે આવેલા મી.પફના સ્ટોરમાંથી લીધેલા પફમાં વંદો નીકળ્યો

લોકો ખાવા પીવાના શોખીન થતા જાય છે જેના કારણે ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો પણ પ્રતિદિન ખુલતી જોવા મળી રહી છે. જેને કારણે અમુક લોકો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખતા નથી. સ્પર્ધા ની રમતમાં લોકો બ્રાંડના નામે ક્વોલીટી વગરની ચીજ વસ્તુ પીરસતા હોય છે. આજે ઈલોરા પાર્ક ખાતે આવેલા મિસ્ટર પફના સ્ટોર માંથી એક વ્યક્તિએ પફ લેતા તેમાંથી વંદો નીકળ્યો હતો. જોકે આ બાબતે સ્ટોરના મેનેજર સાથે વાત કરતા તેઓએ આ બાબતે મૌન સેવ્યું હતું.

ઈલોરા પાર્ક ખાતે આવેલા મિસ્ટર પફના સ્ટોર પરથી એક વ્યક્તિએ પફ લેતા તેમાંથી વંદો નીકળ્યો હતો. જોકે આ સ્ટોરના મેનેજર થી માંડીને અન્ય સ્ટાફે સ્વચ્છતા બાબતે તેમજ ખાણીપીણી ની વસ્તુઓ વેચાણ બાબતે જે નિયમો બનાવવામાં આવ્યા છે તે બાબતનું પણ પાલન કર્યો ન હતું. તેઓ દ્વારા હેન્ડ ગ્લવ્સ કે કેપ પણ પહેરવામાં ન આવી હતી. જોકે આ બાબતે ગ્રાહક દ્વારા સવાલ ઉઠાવતા ત્યાના મેનેજરે મૌન સેવ્યું હતું.

Most Popular

To Top