કળિયુગી સગા પિતા દ્વારા પત્ની અને યુવાન પુત્રીને શારીરિક સંબંધ માટે દબાણ કરી હેરાનગતિ કરાતિ.
મામાના ઘરે રોકાયેલા પત્ની અને બાળકોને રાત્રે દરવાજા ખખડાવી હેરાનગતિ કરી
ઘોર કળિયુગમાં સગો પિતા જ હૈવાનિયત પર ઉતરી આવ્યો અને પત્ની તથા યુવાન પુત્રીને શારીરિક સંબંધ માટે હેરાનગતિ શરૂ કરી દીધી જ્યારે પત્ની અને પુત્રી દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે પત્ની અને બાળકોને ઘરમાંથી ઝઘડો કરીને કાઢી મૂક્યા હદ તો ત્યારે થઇ જ્યારે પત્ની અને બાળકો પોતાના મામાના ઘરે શરણ લેવા મજબૂર બન્યા ત્યાં પણ રાત્રે પહોંચી પતિએ દરવાજા પછાડી હેરાનગતિ કરતા આખરે અભયમે પતિની શાન અને ભાન બંને ઠેકાણે લાવ્યા.બનાવની વિગત મુજબ,
ગોત્રી વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવ્યો હતો જેમાં એક મજબૂર દીકરીએ ફોન કરીને જણાવ્યું હતું કે, મારાં પિતાએ મને મારી મમ્મીને અને મારી બહેનને ઘરમાંથી બહાર કાઢી મુક્યા છે અને મારાં મામાંના તેઓ ઘરે છે તો ત્યાં પણ આખી રાત દરવાજો ખખડાવી હેરાન ગતિ કરે છે.
આથી અભયમની ટીમ પીડિત મહિલાના ઘરે જઇને તપાસ કરી તો પીડિત મહિલા તેમના મમ્મી અને બહેન મામાંના ઘરે હતા. પુત્રી તથા તેમની માતાનું કાઉન્સીંલિંગ કરતા તેઓએ જણાવ્યું હતું કે, મારે તમારી સાથે વ્યક્તિગત વાત કરવી છે જેમાં અભયમની ટીમે વ્યક્તિગત રીતે પૂછપરછ કરતાં કાઉન્સલિંગમાં પુત્રીએ જણાવ્યું હતું કે, મારાં પિતા પ્રાવેટ કંપનીમાં જોબ કરે છે અમે 7(સાત ) બેહનો છીએ એમાં 5 બહેનોના લગ્ન થઈ ગયા છે જ્યારે અમે બે બહેનોના લગ્ન હજી બાકી છે. મારાં પિતા મારી મમ્મીને નાની નાની બાબતે ત્રાસ આપે છે. એમ બીજી બધી બાબતે સારુ છે પણ મારાં પિતા અમારી ઉપર પણ ખરાબ નજર રાખે છે. કહે છે કે “તમે બે મને મારી મરજીનું કૃત્ય નહિ કરવા દો તો હું તને અને તારી બેનને ભણવા દઈશ નહિ”. હું 25 વર્ષની છું મારી બહેન મોટી છે મારી મમ્મીને પણ શારીરિક સબંધ બાબતે ત્રાસ આપે છે અને કહે છે “તું બધાને મળવા જાય છે મને સરખું રાખતી નથી” વગેરે જેવી બાબતે અમે માનસિક રીતે કંટાળી ગયા છે.
પીડિત મહિલામાં તેમના મમ્મીએ જણાવ્યું હતું કેતેમનો પતિ તેમના પર ખોટી રીતે વહેમાય છે અને શક કરે છે સાથે જ ખોટી રીતે પજવે છે “તું ઘર માં બધા ને બોલાવી મીટિંગ કરે છે” તેમ કહી રોજ હેરાનગતિ કરે છે રાતે અમને ઘરેથી કાઢી મૂક્યા હતા બાજુમાં મારાં ભાઈ નું છે ત્યાં હું અને મારી બે દીકરીઓ જતી રહી તો ત્યાં દરવાજો ખખડાવી આપશબ્દ બોલવા લાગ્યા. મારપીટ સહન થતી નથી ખોટા શક કરે છે. પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, પતિ કામ પરથી આવે તો જમવાનું બધું તૈયાર કરી રાખવું પડે નહિ તો ધમકીઓ આપે ઘરેથી નીકળી જાઓ તારો ભાઈ પાલવશે, અત્યાર સુધી કેટલા રૂપિયા આપી દીધા તેમ કહી ઝઘડો કરતો સાથે સાથે સરખું ના રેહવું હોય તો છૂટાછેડા આપી દે નીકળી જાવ તેમ બન્ને માં દીકરીઓને કહી ત્રાસ આપતો. રોજ આવા શબ્દો અને ઘરકંકાશથી ત્રાસી જતાં દીકરીએ 181 પર કોલ કરી મદદ માગી હતી. જેથી
અભયમની ટીમે પીડિતાના પિતાને કાયદાકીય સમજ આપતા તેમના પિતાએ પત્ની અને દીકરીઓને નહિ રાખવા જણાવ્યું હતું સાથે જ છૂટાછેડાની ધમકી આપી હતી વધુમાં પતિ ટીમ અભયમ આગળ જણાવ્યું હતું કે તમે એકલા જીવી ખાવ અને એ ભાઈએ ધમકી આપતા હોઈ પીડિત બેહનોને હાલ સમાધાન નથી કરવું અને અરજી આપવા માંગતી હોય અભયમની ટીમે પિતા વિરુદ્દ આગળની કાર્યવાહી માટે કેસ માટે પીડિતા બેનને પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે.