શિનોર તાલુકાના માંજરોલ ગામની ઘટના, દશામાં મંદિરના સંચાલકના પુત્રનું કારસ્તાન
શિનોર:.શિનોર તાલુકાના માંજરોલ ગામે પરણિતાના ઘરે જઈને બાધા વાળવાનુ બહાનુ બતાવી ઘરમાં જઇ દરવાજા બંધ કરી ફરિયાદણ સાથે પતિ-પત્નીનો સંબંધ બાંધવો પડશે નહીં બાંધે તો તેના પતિને મેલી વિદ્યા અને જાદુ ટોણા કરી મારી નાખવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર કર્યો હોવાની ફરીયાદ સિનોર પોલીસ સ્ટેશને નોંધાતા શિનોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જાડેજાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવથી શિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
શિનોર તાલુકાના માંજરોલ ગામે ફરિયાદીના પતિએ પોતાનું જૂનું મકાન તોડી બાજુની જમીન વેચાણ લઈ નવું મકાન બનાવવાની શરૂઆત કરતાં વેચાણ લીધેલી જમીન બાબતે અડચણ ઉભી થઇ હતી. તેથી ફરિયાદી તથા તેના સાસુ કાળુભાઈ ઉર્ફે કાંતિભાઈ રાવજીભાઈ પાટણવાડીયાને મળવા ગયા હતા. કાળુ ગામમાં પોતાના ઘરે દશામાનુ સ્થાનક ધરાવે છે, અને છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલના નાળા પાસે કુકસ જવાના રસ્તે મેલડી માનુ મંદિર બનાવી લોકોને ધર્મના નામે બાધા આપે છે. તેના ઘરે જઈ દશામાની બાધા લીધી હતી અને નિયમિત અમાસ ભરતા હતા. એ દરમિયાન ફરીયાદી પરણિતાને આરોપી અને કાળુના પુત્ર જયદીપના પત્ની સેજલ સાથે સંપર્ક થતાં મોબાઇલ નંબરથી વાતચીત થતી હતી, આરોપી જયદીપે પણ ફરીયાદીનો મોબાઈલ નંબર મેળવી ફરિયાદી સાથે અવાર નવાર વાતચીત કરતો હતો. ત્યારબાદ મકાનનું કામ પૂરું થતાં કાળુભાઈએ ફરિયાદીના ઘરે આવીને બાધા કરી જવા જણાવેલ અને બાધા તેઓનો પુત્ર જયદીપ કરાવશે એમ જણાવ્યુ હતું .જેથી શિનોર તાલુકાના માંજરોલ ગામે આરોપી જયદીપ કાળુભાઈ ઉર્ફે કાંતિભાઈ રાવજીભાઈ પાટણવાડીયાએ ફરિયાદીના ઘરે આવી બાધા વાળવાનું કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે બાધા અંગે મને ખબર ના પડે એટલે મારા પતિ તથા સાસુ આવે ત્યારે આવજો, તેમ કહેવા છતાં આરોપીએ ઘરમાં આવી જઇ આરોપીએ ફરીયાદી પરણિતાના હાજર નાના દીકરાને મોબાઈલ આપી દરવાજો બંધ કરી ફરિયાદીને કહેલ કે આપણે પતિ પત્નીનો સબંધ બાંધવો પડશે અને તું નહીં બાંધે તો તારા પતિને જાદુટોણા , મેલીવિદ્યા કરીને ભૂતમામા પાસે મારી નખાવીશ તથા સમાજમાં બદનામ કરવાની વાત કરતા ફરિયાદીએ ના પાડવા છતાં બળજબરી કરીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને કોઈને કહીશ તો પતિને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ અવારનવાર 8 થી 10 વાર ફરિયાદીની મરજી વગર આરોપી બળાત્કાર કર્યો હોય તેના ત્રાસમાંથી છૂટવા આ અંગે પતિને વાત કરતા ભોગ બનનાર પરણિતાએ પતિ સાથે જઇ શિનોર પોલીસ સ્ટેશનમા તારીખ 14 એપ્રિલ 2025 ના રોજ સાંજે 19:40 કલાકે ગુના અંગે ફરિયાદ નોંધાવતા બી.એન.એસ. કલમ 64 (2 )(એમ) અને 35 (2) મુજબ શિનોર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જેની તપાસ શિનોર પી.એસ.આઇ. એમ.એસ.જાડેજા કરી રહ્યા છે.
આરોપી જયદિપે ફરિયાદીના પતિને મેલીવિદ્યા અને જાદુ ટોણા કરી મારી નાખવાની ધમકી આપેલ હોય અને સમાજમાં આબરૂ જવાની બીકે ફરિયાદીએ આ ફરિયાદ મોડી આપી છે.
આ બનાવથી શિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
