ડેસર પોલીસ મથકે 7 ઇસમો વિરુદ્ધ નોન કોગ્નિઝેબલ ગુનો દાખલ થયો
વડોદરા: વીસ વર્ષની પરણીતાએ પતિને છુટા છેડા આપ્યા વગર તેના પ્રેમી સાથે ડેસર તાલુકાના લીમડી ગામના તલાટીની હાજરીમાં લગ્ન નોંધણી કરાવી હતી. લગ્ન ફોર્મમાં સત્ય હકીકત છુપાવવાની મદદગારી કરનારા પ્રેમી સહિત સાત ઈસમો વિરુદ્ધ પરિણીતાના પતિએ ફરિયાદ નોંધાવી હતી .જો કે નોન કોગ્નિઝેબલ ગુનો બનતો હોવાથી પોલીસે આગળની તપાસ માટે કોર્ટમાં કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં વડતાલ ગામની મોમીન સોસાયટીમાં મકાન નંબર 11 89 / એ માં રહેતા બાવીસ વર્ષીય મહમદઅલી ઈમદાદ અલી મોમીન ઇલેક્ટ્રિશિયનનું કામકાજ કરે છે. તેમના લગ્ન ઇસમત ફાતેમા સાથે થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ડેસર તાલુકાના ચંદ્રખીયા ગામથી ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. તેમની પત્ની ઇસ્મત ફાતેમાએ તેમને છૂટાછેડા આપ્યા વગર નડિયાદ રાજીવ નગરમાં રહેતા યુવરાજસિંહ હિંમતસિંહ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. બીજા લગ્ન માટે ખોટા સોગંદનામાં કરીને લગ્નના ફોર્મમાં ખોટી માહિતી ભરી હતી નિકાલનામું થયું છે તેમાં રાઠોડ મહંમદહારુન દિલભા (રહે: ગુલમોહોર સોસાયટી, ગોરવા) રાઠોડ મહંમદ યુનુસ ઇબ્રાહીમભાઇ ( રહે: 43, હાજી પાર્ક,નવા યાર્ડ ) રાઠોડ પ્રકાશ પરબતસિંહ (રહે: 10 દત્તાત્રેય નગર પીજ રોડ નડિયાદ તથા ગોહિલ હિંમતસિંહ નાનભા અને ગોહિલ ગમ્ભુભા જશુભાની હાજરીમાં મુસ્લિમ વિધિ મુજબ નિકાહનામું કરાવ્યું હતું. તમામને જાણ હતી કે પરિણીતા ઈસ્મત ફાતેમા ના લગ્ન મહમદ અલી મોમીન સાથે થયેલા છે. છતાં બીજા લગ્ન માટે સોગંદનામાં તથા નિકાહનામાના મેમોરેન્ડમમાં ખોટી માહિતી આપીને બીજા લગ્ન કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના નો પ્રારંભ વડતાલથી થયો હતો સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરીને તપાસ કરતા આરોપીઓએ ડેસર તાલુકામાં નિકાહની નોંધણી કરાવી હતી. જેથી ડેસર પોલીસે ફરિયાદીની અરજીને ધ્યાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.