Vadodara

પતિએ વેલેન્ટાઇન ડે નિમિતે ફરવા જવાનીના પાડતાં પરિણીતાએ ફિનાઇલ પીધું

પતિ કડિયાકામ પરથી થાકીને આવ્યો હોય ફરવા જવાની ના પાડતાં ત્રણ સંતાનોની માતાએ આવેશમાં આવી પગલું ભર્યું

(શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતાએ વેલેન્ટાઇન ડે નિમિતે ફરવા જવાની વાત કડિયાકામેથી આવેલા પતિને કરતા પતિએ ના પાડી દીધી હતી જેમાં લાગી આવતાં પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી લીધું હતું જો કે સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમી દેશોના અનુકરણ પાછળ આજની પેઢી કેવી રીતે અંજાઇ ને આંધળી દોટ મૂકી રહી છે તે એક ચેતવણી સમાન પણ છે.આવો જ એક કિસ્સો શહેરમાં બનવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર નજીક રહેત તેજલબેન સુનિલભાઇ મારવાડી નામની 25 વર્ષીય પરિણીતા પોતાના ત્રણ બાળકો અને પતિ સાથે રહે છે અને ઘરકામ કરે છે જ્યારે પતિ કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ પ્રેમના પ્રતિક સમા વેલેન્ટાઇન ડે હતો રાત્રે પતિ કડિયાકામ થી પરત ઘરે આવ્યો ત્યારે પત્ની તેજલબેને વેલેન્ટાઇન ડે નિમિતે બહાર ફરવા જવાનું જણાવતા પતિએ થાકીને આવ્યા હોય ના પાડી દીધી હતી જેથી તેજલબેનને લાગી આવતાં તેમણે ગત તા. 14 ફેબ્રુઆરી ને વેલેન્ટાઇન ડે ના રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં રહેલ ફિનાઇલની બોટલમાંથી ફિનાઇલ ગટગટાવી લીધું હતું.જેથી પતિએ તાત્કાલિક 108એમ્બ્યુલન્સ મારફતે પત્ની તેજલબેનને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યા હતા જ્યાં સારવાર બાદ તેણીની તબિયતમાં સુધારો થતાં રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનો એટલે પશ્ચિમી દેશોના વિવિધ ડે ને આપણો યુવાવર્ગ અને અન્ય વર્ગના લોકો અપનાવી રહ્યા છે જ્યારે પશ્ચિમી દેશોના લોકો આપણી હિન્દુ સંસ્કૃતિ તરફ વળ્યા છે જેનું તાજેતરમાં ઉદાહરણ પ્રયાગરાજના મહાકુંભ દરમિયાન જોવા મળી રહ્યું છે જ્યારે બીજી તરફ આપણી આજની પેઢી પશ્ચિમી સંસ્કૃતી નું આંધળું અનુકરણ કરવા પાછળ ઘેલછા રાખે છે પરિણામે તેઓ આનંદ કરતાં તકલીફને નોતરતા હોય છે.

Most Popular

To Top