પ્રતિનિધિ )વડોદરા,તા.13
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. જેથી પતંગ રસિયાઓને મોજ પડી જશે. પવનની ગતિ સાનુકૂળ રહેવાની હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડીગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 84 ટકા અને સાંજે 39 ટકા નોંધાયું હતું.
આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. 14 જાન્યુઆરી – ઉત્તરાયણના દિવસે આજે ઉત્તર-ઉત્તર પશ્ચિમથી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફના પવન ફૂંકાશે અને બુધવારે પવનની ગતિ 5 થી 15 કિમી પ્રતિકલાકની રહેશે. ઉત્તરાયણમાં પવન સારો રહેશે. પતંગરસિકો ખૂબ જ સારી રીતે ઉત્તરાયણની મજા માણી શકશે. ઉત્તરાયણમાં પતંગબાજી માટે સાનુકૂળ હવામાન રહેશે. સવારના સમયે સવારે 7 થી 11 વાગ્યા સુધી પવનની ગતિ 7થી 9 કિમી પ્રતિ કલાક રહેશે. જે પતંગ ઉડાવવા માટે ખૂબ જ સારો પવન રહેશે. આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે. જેથી પતંગ રસિયાઓને મોજ પડી જશે. પવનની ગતિ સાનુકૂળ રહેવાની હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે. જ્યારે , જ્યારે સવારના સમયે ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. 14 જાન્યુઆરીના દિવસે સવારે પવનની ગતિ ખૂબ જ સારી રહેશે. સવારના સમયે પતંગ ચગાવવો પતંગબાજો માટે સરળ રહેશે. જોકે, બપોર અને સાંજે પવનની ગતિ ધીમી પડશે. બપોર પછી પતંગ રશિયાઓને પતંગ ચગાવવા માટે થોડી મહેનત કરવી પડશે. પવન સાથ આપશે પરંતુ પતંગબાજોએ ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાં તૈયાર રાખવા પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જોકે, તાપમાનમાં વધ ઘટ જોવા મળશે. આગામી 2 દિવસ લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થશે, પરંતુ ત્યારબાદના 4 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. જેના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધશે.