યુવક કૉંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાની આગવી પહેલ
વડોદરા શહેરમા ઉતરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ ના દોરાથી જુદા જુદા વિસ્તારોમાં નગરજનો ઘાયલ થયાની ઘટનાઓ બની રહી છે. ત્યારે યુવક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમા વડોદરાવાસીઓને પતંગ ના દોરાથી ઇજા ના પહોંચે અને નગરજનોમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્યથી બાઈક પર લગાવવાના સેફ્ટી સળિયાનો વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નિખિલ સોલંકી, યશ રાજપુત, અરબાઝ ખાન, નિરાલી જાદવ, ફૈઝલ વોહરા અને યુથની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત રહી હતી. પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે વડોદરાના પતંગ રસિયાઓએ ચાઈનીઝ દોરાનો બહિષ્કાર કરવો જોઈએ અને રોડ રસ્તા ઉપર લટકી રહેતા દોરાઓને પોતાની આગવી જવાબદારી સમજી દૂર કરવાનો પણ પ્રયાસ કરવો જોઈએ.