યુવક સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું
શહેરના નરહરિ હોસ્પિટલ થી કલ્યાણનગર જવાના રસ્તે ગળામાં દોરો આવી ગયો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 27
શહેરના નિઝામપુરા ખાતે રહેતા યુવકને ફતેગંજ વિસ્તારમાં આવેલા નરહરિ હોસ્પિટલ થી કલ્યાણનગર જતાં રોડ વચ્ચે પતંગના ચાઇનીઝ દોરીથી ગળાના ભાગે ઇજા થતાં તેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં ઉતરાયણ પર્વ અગાઉથી જ પતંગો ચગાવવાની શરુ થઇ જાય છે જેમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો ચાઇનીઝ દોરી વેચે છે અને ખરીદે છે જેના કારણે મૂંગા પક્ષીઓ તથા નિર્દોષ માણસો ભોગ બની રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ ગત તા. 26મી ડિસેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં શહેરના નિઝામપુરા વિસ્તારમા રહેતો વીસ વર્ષીય યુવક ધ્રૃવભાઇ અજીતભાઇ સોલંકી પોતાનું વ્હિકલ લઈને શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા નરહરિ હોસ્પિટલ થી કલ્યાણનગર જવાના માર્ગ વચ્ચે જતો હતો તે દરમિયાન પતંગનો ચાઇનીઝ દોરો અચાનક ગળામાં આવી જતાં ગળા પર ગંભીર ઇજા થતાં તેનો મિત્ર તેને તાત્કાલિક એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો જ્યાં હાલ યુવક સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.